AHAVADANGGUJARAT

Dang: ડાંગમા માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા ૪ હજાર ૧૩૫ લાખના ત્રણ વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાના આહવા અને વઘઈ ખાતે નિર્માણ થનાર વિવિધ વિકાસ પ્રકલ્પના “ખાતમુર્હત” કાર્યક્રમ વઘઈ સરકારી ખેતીવાડી શાળા ખાતે યોજાઇ ગયો.

ડાંગ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહર્ત પ્રંસગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ હતું કે, ભ્રસ્ટાચારમુક્ત પારદર્ષિ વહીવટ સાથે કામગીરી પુર્ણ કરવામા આવે તે ઈચ્છનીય છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” થકી દેશના છેવાડાના માનવીનો આર્થિક અને સામાજિક વિકાસ કરી રહ્યા છે. મંત્રીશ્રીએ સ્વયં ૨૬ જેટલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામા ભાગ લઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કર્યા હતા.
કેન્દ્ર અને રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના પ્રજાજનો ઉપર ખુબ જ ઉદારતા દાખવી છે. ડાંગ જિલ્લામા વિવિધ ત્રણ પ્રકલ્પોના પ્રંસગે પ્રભારી મંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા તે બદલ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આવનાર સમયમાં ડાંગ જિલ્લાના તમામ વિસ્તારમા વિવિધ રસ્તાઓનું ખાતમુહર્ત કરાશે તેમ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતુ.

ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યા હલ કરવા માટે સરકારશ્રીએ ૮૬૬ કરોડ રૂપિયાની યોજના મંજુર કરી છે. તેમ પણ શ્રી વિજયભાઈ પટેલે આ પ્રંસગે જણાવ્યું હતું.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડાંગ જિલ્લાને ચોવીસ કલાક વીજળી પુરૂ પાડવાનું કાર્ય કર્યું છે. ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં નેટવર્ક સમસ્યા હલ કરવા સરકાર સતત પ્રયનશીલ છે. ડાંગ જિલ્લામાં ૫૦ જેટલાં નવા બી.એસ.એન.એલ.ના ટાવર ઉભા કરાયા છે. તેમજ વઘઈ થી નાસિક રેલ્વે લાઈનનો સર્વે પણ પુર્ણ કરવામાં આવ્યો છે તેમ, વલસાડ ડાંગના સાંસદ શ્રી કે.સી. પટેલે જણાવ્યું હતું.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ડાંગ જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. તેમ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નિર્મળાબેન ગાઇને જણાવી, ડાંગ જિલ્લાને ત્રણ પ્રકલ્પની ભેટ આપવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડાંગ જિલ્લો વિવિધ ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે, તેમ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈથી મુખ્ય જિલ્લા વહીવટી મથકને જોડતા વઘઇ-આહવા માર્ગનું રૂ.૨૫૧૦ લાખના ખર્ચે નવિનિકરણ હાથ ધરાશે. છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બનેલા આ માર્ગના નવિનિકરણથી રોજિંદા વાહનચાલકો તથા પ્રવાસીઓને ઘણી મોટી રાહત થશે.

આ ઉપરાંત આજ માર્ગ ઉપર આવેલા કુડકસ ગામે રૂ.૧૦૦૫ લાખના ખર્ચે નવીન પુલનું પણ નિર્માણ કરાશે. જે આ માર્ગના યાતાયાતને વધુ સરળ બનાવશે. માર્ગ અને પુલ ઉપરાંત આહવા ખાતે રૂ.૬૦૦ લાખના ખર્ચે નવા ‘આદિવાસી સાંસ્કૃતિક ભવન’ નું પણ નિર્માણ કરાશે. આ તમામ કાર્યોનું આજે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ સહિતના મહાનુભાવોએ ખાતમુહૂર્ત કર્યું હતું.

આમ, નાતાલ પૂર્વે ડાંગ જિલ્લાને રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગના કુલ રૂપિયા ૪ હજાર ૧૩૫ લાખના નવા ત્રણ પ્રકલ્પોની ભેટ આપી છે.

કાર્યક્રમ દરમિયાન ઉદઘોષક તરીકે શ્રી વિજયભાઈ ખાંબુએ સેવા આપી હતી.

આ પ્રંસગે આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, તાલુકા સદસ્ય શ્રી પાઉલ ગામિત, ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, ભાજપ મહામંત્રી શ્રી રાજુભાઈ ગામિત, શ્રી દિનેશભાઇ ભોયે, શ્રી હરિરામભાઈ સાંવત, વાસુર્ણા રાજવી શ્રી ધનરાજભાઈ સૂર્યવંશી, નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર.પટેલ, આદિજાતિ વિકાસ વિભાગના અધિકારી શ્રી આર. કે. કનુજા, વઘઈ મામલતદાર શ્રી આર. એમ. ચૌધરી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!