INTERNATIONAL

Israel Hamas War : ઈઝરાયેલી સેનાએ કરી એરસ્ટ્રાઈક, ચાર માળની બિલ્ડિંગે નિશાન બનાવી કર્યા હુમલાઃ 32 લોકોના મોત

હમાસ સાથે યુધ્ધ વચ્ચે ઈઝરાયેલ છેલ્લા કેટલાક દિવસોથી ગાઝા પટ્ટી પર જમીની આક્રમણની ધમકી આપી રહ્યું છે. એ વચ્ચે વધુ એક સમાચાર મુજબ ગાઝા શહેરમાં અલવફા હોસ્પિટલ આસપાસ હવાઈ હુમલા કરાયા છે. આ હુમલામાં 32 લોકો માર્યા ગયાના સમાચાર છે. ઈઝરાયેલે બોર્ડર પર ત્રણ લાખ ઈઝાયેલી સૈનિકો સ્ટેન્ડબાય ઉભા છે અને આખી દુનિયા અધ્ધરશ્વાસે આ સ્થિતિને નિહાળી રહી છે.

અલ જઝીરાના અહેવાલ મુજબ ગાઝા શહેરમાં સ્થિત અલ-વફા હોસ્પિટલની આસપાસના વિસ્તારોમાં હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના જનરલ મેનેજર ફવાદ નાઝિમે કહ્યું કે હવાઈ હુમલા દ્વારા હોસ્પિટલ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રવેશના માર્ગને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે હવાઈ હુમલા પહેલા કોઈ ચેતવણી જારી કરવામાં આવી નહોતી. અમે હોસ્પિટલ ખાલી કરી શકતા નથી કારણ કે મોટાભાગના દર્દીઓ કોમામાં છે.

એક રિપોર્ટ મુજબ ઇઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીના ખાન યુનિસમાં મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં ચાર માળની રહેણાંક ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી. હવાઈ ​​હુમલા બાદ બચેલા લોકોએ જણાવ્યું કે, આ હુમલામાં 32 લોકોના મોત થયા હતા. સાથે જ અનેક લોકો ઘાયલ પણ થયા છે. પીડિતોને ખાન યુનિસની નાસેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે હમાસ ગાઝામાં હોસ્પિટલો અને નાગરિકોને પોતાના જનરેટર માટે જરૂરી ફ્યુઅલનો સંગ્રહ કરાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, ઇઝરાયેલી સેનાએ ઇજિપ્તની સરહદ પર તૈનાત હમાસ દ્વારા સંચાલિત 12 ઇંધણ ટેન્કની સેટેલાઇટ ઈમેજ જાહેર કરી છે. ઈઝરાયેલની સેના દ્વારા આ ફોટાઓ એવા સમયે જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ગાઝાની હોસ્પિટલોમાં ઈંધણ ખતમ થઈ જવાને કારણે વીજળીની અછતની ચર્ચા ચાલી રહી છે. ઈઝરાયેલે ગાઝાને મર્યાદિત માત્રામાં માનવતાવાદી સહાય મોકલવાની પરવાનગી આપી છે, પરંતુ ફ્યૂઅલ મોકલવાની ના પાડી દીધી છે. ઈઝરાયેલનું કહેવું છે કે જો ગાઝામાં ઈંધણ મોકલવામાં આવશે તો હમાસ તેનો કબજો લઈ લેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!