DEDIAPADA

નર્મદા જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વ દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીએ ઉજવાશે,

નર્મદા જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વ દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીએ ઉજવાશે,

વાત્સલ્યમ્  સમાચાર

જેસિંગ વસાવા : ડેડીયાપાડા

ભારતના ૭૬મા પ્રજાસત્તાક પર્વ-૨૦૨૫ની ૨૬ મી જાન્યુઆરી નર્મદા જિલ્લાકક્ષાની ઉજવણી દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે રવિવારે સવારે ૯-૦૦ કલાકે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપશે. તે પૂર્વે આજે શુક્રવારના રોજ નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડની ઉપસ્થિતિમાં પૂર્ણ ગણવેશ રિહર્સલ યોજાયું હતું. વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા પણ આ કાર્યક્રમમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી.

 

દેડિયાપાડાના મોઝદા રોડ સ્થિત પીઠા ગ્રાઉડ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ સુરક્ષા પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ કરવા સાથે પરેડનું નીરિક્ષણ કર્યું હતું. જિલ્લા પોલીસની ગુના શોધ ટીમનો ડોગ શો યોજાયો હતો. દેડિયાપાડા તાલુકાની વિવિધ શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. બાદમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરનાર કર્મયોગીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓને કલેક્ટરશ્રીના હસ્તે ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ના રોજ સન્માન કરવામાં આવશે.

 

કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે શુક્રવારે યોજાયેલા પૂર્ણ ગણવેશ રિહર્સલમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા અને સમગ્ર ઉજવણી સૂચારુ રીતે દેશભક્તિના માહોલમાં યોજાય તેવું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

 

આ વેળાંએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાયબ કલેક્ટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા, દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા, નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ, શાળાના બાળકો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Back to top button
error: Content is protected !!