DHRANGADHRASURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા બસ સ્ટેશનમાં ઈલેક્ટ્રીક વાયર સાથે લટકતો પંખાનો વીડિયો વાયરલ

તા.24/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા એસટી ડેપોની છતમાં લગાવેલા ઈલેક્ટ્રીક પંખા ઈલેક્ટ્રીક વાયર સાથે લટકતા નજરે પડ્યા હતા જેમાં પેસેન્જર લટકતા પંખા ની નીચે બેસીને જીવના જોખમે બસની રાહ જોવા માટે મજબૂર બન્યા હતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એસટી ડેપોમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું નજરે પડ્યું હતું રાજ્ય વાહન વ્યવહાર દ્રારા સલામત સવારી એસટી હમારી સૂત્ર ધ્રાંગધ્રા એસ ટી ડેપો માટે માત્ર શબ્દો માત્ર હોય તેમ બસ સ્ટેશનમાં વારંવાર ક્યારેક સ્વચ્છતા, ક્યારેક લાઈટ પંખા જેવી સુવિધામાં સતત બેદરકારી અને અવિરત બસોનાં સમય અને રૂટમાં અનિયમિતતા નાં આક્ષેપો થતાં જ આવ્યા છે મુસાફરોને પુરી પાડવી જોઈતી ફરજીયાત સુવિધાઓમાં એસટી તંત્ર સરેઆમ નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે તેવામાં ધ્રાંગધ્રા એસ ટી ડેપોની છતમાં લગાવેલા ઈલેક્ટ્રીક પંખા ઈલેક્ટ્રીક વાયર સાથે લટકતા નજરે પડ્યા હતા જેમાં પેસેન્જર લટકતા પંખાની નીચે બેસીને જીવના જોખમે બસની રાહ જોવા માટે મજબૂર બન્યા હતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એસટી ડેપોમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું નજરે પડ્યું હતું.

Back to top button
error: Content is protected !!