ANJARGUJARATKUTCH

પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલ ગુજરાતના ટેબ્લો ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં પ્રથમ ક્રમનું ગૌરવ સન્માન મેળવ્યું.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા – ૦૧ : ૭૫માં પ્રજાસત્તાક પર્વની નવી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલા ગુજરાતના ટેબ્લો ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO’’ને પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં પ્રથમ ક્રમનું ગૌરવ સન્માન મળ્યું છે. આ ગૌરવ સન્માન તથા જ્યુરી ચોઇસનું દ્વિતીય ક્રમનું પારિતોષિક નવી દિલ્હીમાં ૩૦ જાન્યુઆરીએ રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતને એનાયત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ ગૌરવ સન્માન ટ્રોફી અને પ્રશંસાપત્ર બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના સચિવ અને માહિતી પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને માહિતી નિયામકશ્રી ઘિરજ પારેખે ટિમ માહિતી સાથે રહીને પ્રસ્તુત કર્યા હતા.આ એવોર્ડ ત્યાર બાદ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળે આ ગૌરવ સિદ્ધિને બિરદાવતાં માહિતી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!