GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ વણકર સમાજ યુવા સંગઠન સેવા ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ સાથે શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

તારીખ ૧૮/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કોમ્યુનિટી હોલ ખાતે કાલોલ તાલુકાના ચાર પરગણા વણકર સમાજના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં આવેલ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ જેમાં સ્કૂલ બેગ,ચોપડાના નંગ ૬,કંપાસ ,પાટિયું,પેન,એક પાઉચ ની કીટ નુ વિતરણ કરવામાં આવ્યું.ધોરણ પાંચ માં આવેલ બાળકોને નવોદય પરીક્ષા માટે પુસ્તક વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં યુવા સંગઠનના પ્રમુખ,મંત્રી, ઉપપ્રમુખ,સહમંત્રી તમામ કારોબારી સભ્ય હાજર રહ્યા હતા.કાર્યક્રમ ની શરૂઆતમાં સ્વાગત ગીત રાવળ ફળિયા પ્રાથમિક શાળાની બાળકીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજમાંથી આવેલ તમામ દાતાઓનું ફૂલહાર અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન અશોકભાઈ મેકવાન દ્વારા કરવામાં આવ્યું પ્રસંગિક પ્રવચન જયેશભાઈ બાકરોલા દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન જશવંતભાઈ ઓબીસીઓ દ્વારા દિલીપભાઈ તલાટી,ઈશા મેકવાન, જય કાયડીયા,મહેન્દ્રભાઈ વગેરે દ્વારા આપવામાં આવ્યું ત્યારબાદ દરેક બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું આભાર દર્શન અતુલભાઇ પલાસા દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સફળ સંચાલન અતુલભાઈ દિલીપભાઈ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમાજના મહાનુભાવો ઘનશ્યામભાઈ એલ.સી, કિરીટભાઈ ગુતરડી,રાકેશભાઈ ગુતરડી,ઉમેશભાઈ,કિરીટભાઈ, કમલેશભાઈ,દિનેશભાઈ,રાજેશભાઈ,રાજુભાઈ ખરસાલીયા,કાજલબેન પરમાર,મનોજભાઈ વગેરે હાજર રહ્યા હતા આમ સમાજના વાલીઓ સહિત સમાજના અગ્રણીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button