CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા તાલુકામાં પીવાનાં પાણીની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજતા મંત્રી

ચોટીલા પંથકમાં વસ્તી મુજબ દરેક ગામમાં પીવાનું પાણી સમયસર પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

તા.14/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચોટીલા પંથકમાં વસ્તી મુજબ દરેક ગામમાં પીવાનું પાણી સમયસર પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં પીવાનાં પાણીની સમસ્યાના ઉકેલ અંગે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં અધ્યક્ષસ્થાને ચોટીલા ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મંત્રીએ ચોટીલા તાલુકામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી ચોટીલા પંથકમાં વસ્તી મુજબ દરેક ગામમાં પીવાનું શુદ્ધ પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી તેમજ દરેક ગામ સુધી પીવાનું પાણી સરળતાથી પહોંચી શકે તે માટે પાઈપ લાઈનની કામગીરી પ્રગતિમાં હોઈ ગ્રામજનો અને આગેવાનોને આ માટે પૂરતો સહયોગ આપવા પણ સૂચન કર્યું હતું ગ્રામજનોની સાથે સાથે પશુધનને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે અવેડાઓ પણ પૂરતા પ્રમાણમાં પાણીથી ભરવા તેમણે સૂચવ્યું હતું‌ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પાણીએ માનવજીવન માટે મહત્વની અને પ્રાથમિક જરૂરિયાત હોવાથી પાણીની પાઈપલાઈન, પાણીના સંપ, પાણીનાં ટાંકા સાથે કોઈપણ જાતની છેડછાડ થતી હોય તેવું જણાય તો સંબધિત અધિકારીઓને ત્વરિતપણે કાયદેસરની કાર્યવાહી કરવા કહ્યું હતું એજન્સી દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે કે કેમ તેનું ફોલોઅપ લેવા સંબંધિત અધિકારીઓને ટકોર કરી હતી આ બેઠકમાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ચોટીલા આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશકુમાર શર્મા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારઓ, પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો, સિંચાઈ વિભાગ, પી.જી.વી.સી.એલ., જી.ડબલ્યુ.એસ.એસ.પી સહિત સંબંધિત તમામ વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button