DAHODDAHOD CITY / TALUKOGUJARAT

વડોદરામાં નેશનલ ઓપન ચેમ્પિયનશિપમાં દાહોદ ટાઇગર માર્શલ આર્ટ્સનો દબદબો; મોઈન શેખનું પ્રેરણાદાયી સંબોધન

તા.૨૨.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:વડોદરામાં નેશનલ ઓપન ચેમ્પિયનશિપમાં દાહોદ ટાઇગર માર્શલ આર્ટ્સનો દબદબો; મોઈન શેખનું પ્રેરણાદાયી સંબોધન

વડોદરા ખાતે WKDF (ડબલ્યુકેડીએફઆઈ) નેશનલ ઓપન ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દાહોદની પ્રખ્યાત ટાઇગર માર્શલ આર્ટ્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ પોતાના અદભુત પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા.આ ખાસ પ્રસંગે સક્સા ફેડરેશન (SAKSA Federation) ના પ્રેસિડેન્ટ મોઈન શેખ પણ હાજર રહ્યા હતા. તેમણે વિજેતા બાળકોને પ્રોત્સાહિત કર્યા અને વાલીઓને એક ખાસ અપીલ કરી. તેમણે જણાવ્યું કે, વર્તમાન સમયમાં વાલીઓએ પોતાના બાળકોને મોબાઈલ સ્ક્રીનથી દૂર રાખીને રમતગમતમાં વધુને વધુ આગળ લાવવા જોઈએ, જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ મજબૂત થઈ શકે.(૧)દાવિકે માત્ર ૪ વર્ષની નાની ઉંમરે સિલ્વર મેડલ મેળવ્યો.( ૨) જિયગશા ૫ વર્ષની ઉંમરે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. રાષ્ટ્રીય સ્તરે ચમકેલા આ બાળકો ખરેખર પ્રશંસાને પાત્ર છે. ટાઇગર માર્શલ આર્ટ્સ એકેડેમી અને આ તમામ વિજેતા વીરલાઓને અમારી આખી ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન!

Back to top button
error: Content is protected !!