GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર વસઈ નજીક ગોઝારીયા ડાભલા હાઇવે રોડ ઉપર તાંબા પિતળનો ભંગાર નો વેપારી લૂંટાયો

વિજાપુર વસઈ નજીક ગોઝારીયા ડાભલા હાઇવે રોડ ઉપર તાંબા પિતળનો ભંગાર નો વેપારી લૂંટાયો
અજાણ્યા બે બાઇક સવાર ₹10 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા
ગત સાંજના બનાવ ને પગલે એલસીબી સ્થાનીક પોલીસ સ્કોર્ડ મોડી રાત સુધી દોડતી રહી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસઈ ગામ નજીક ગોઝારીયા ડાભલા હાઈવે રોડ ઉપર અમદાવાદ ભંગાર ના વેપારીને તાંબા પિત્તળના વાસણો વેચાણ કરીને રૂપિયા 10 લાખની રકમ સાથે આઇસર ગાડી માં વિસનગર તરફ જતા વેપારી ને પાછળ આવી રહેલા બે બાઇક સવારો એ આઈશર રોકાવી તમારી આઈસરે અમારી બાઇક નું અકસ્માત કર્યું હોવાનું કહી ડ્રાયવર ને નીચે ઉતારી ઝગડો કરી આઈસર માં બેઠેલા વેપારીએ બે પગો વચ્ચે પૈસા ની થેલી દબાવી રાખી હતી ડ્રાયવર નો દરવાજો ખુલ્લો હોવાથી એક ઇસમ આંટો ફેરો મારી વેપારી પાસે થી દબાવેલ રૂપિયા 10 લાખ ની ભરેલી થેલી ઝુંટવી બાઇક પર બેસી ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ વિસનગર ના તાંબા પિત્તળ ના ભંગાર પરચુરણ માલ નો વેપાર કરતા હીરાલાલ રામલાલ બોહરા અમદાવાદ ખાતે તાંબા પિત્તળ ના ભંગાર માલનો વેપારના રૂપિયા 10 લાખ થેલી માં રાખી આઇસર લઇ વિસનગર તરફ જતા હતા. વસઈ ગામ નજીક આવતા ડાભલા ગોઝારીયા તરફ હાઈવે રોડ ઉપર પીછો આઇસર રોકી તમારા આઇસરે અમારી બાઇક ને ઠોકી છે તેમ કહી ઝગડો કર્યો હતો તે સમયે આઇસર માં બેઠેલા વેપારી પોતાના બે પગો વચ્ચે રૂપિયા ભરેલી થેલી દબાવી રાખી હતી. બીજા બાઇક સવારે આઇસર ની આજુબાજુ ફેરા લગાવી ડ્રાયવર બાજુના ખુલ્લા દરવાજા બાજુ આવી વેપારી હીરાલાલ દબાવી રાખેલ થેલી ઝુંટવી બાઇક પર બેસીને બન્ને ઈસમો ફરાર થઇ ગયા હતા પોલીસે હીરાલાલ રામલાલ બોહરાએ અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે એલસીબી પોલીસ આ લૂંટ ના બનાવને પગલે સતર્ક બની બંને અજાણ્યા ઇસમોને ઝડપી પાડવા ગ્રહો ચક્રમાન કર્યા છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button