સગાઈ તોડી નાખતા યુવક તથા તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ
તારીખ ૧૬/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુરના નાના મહોલ્લા ખાતે રહેતા ઉસામા ઈકબાલ ભોળા દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓની સગાઈ બે વર્ષ પહેલા આરીફ ઈસ્માઈલ અલિયા ની દીકરી સાથે થઈ હતી પરંતુ બે ત્રણ માસ અગાઉ તેણીને અન્ય યુવક સાથે સંબધ હોવાની વાત જાણતા ફરિયાદી યુવાને સગાઈ તોડી નાખી હતી ત્યારબાદ છોકરીના માતા પિતા આરીફ ઈસ્માઈલ અને તાહેરા અલિયા અને ફારુક પાડવા અને મેમુના મલેક ચાર ઈસમોએ ફરિયાદીના ઘરે આવી તેની માતાને ગાળો બોલી સગાઈ કેમ તોડી નાખી તેમ કહેતા યુવકે અન્ય યુવક સાથે તેણી વાતો કરે છે અને હું તે યુવક સાથે વાતો કરીશ તારે જે કરવું હોય તે કર તેવું મને કહે છે જેથી મેં સગાઈ તોડી નાખી છે મારે લગ્ન કરવા નથી તેમ કહેતા તમામે ગાળો બોલી ઉશ્કેરાઈ ઝગડો કરેલ અને તું અમારી છોકરી સાથે લગ્ન નહીં કરે તો તારા હાથ પગ તોડી નાખીશું તેવી ધમકી આપી હતી તેમજ અવારનવાર લગ્ન કરવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોવાથી ચારેવ સામે ફરીયાદ નોંધાવી છે.