GUJARATIDARSABARKANTHA

Sabarkantha : અડપોદરા, તાજપુર કેમ્પ અને નનાનપુર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ગુણવત્તાયુક્ત સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું

અડપોદરા, તાજપુર કેમ્પ અને નનાનપુર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ગુણવત્તાયુક્ત સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું

***************

આરોગ્ય વિભાગ ભારત સરકાર દ્વારા દર વર્ષે સરકારી આરોગ્ય સેવાઓ આપતી જુદી- જુદી સંસ્થાઓને કવોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેટ આપે છે. જે અંતર્ગત જિલ્લામાં અડપોદરા, તાજપુર કેમ્પ અને નનાનપુર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ને NQAS અંતર્ગત ગુણવત્તાયુક્ત સેવાઓ માટે રાષ્ટ્રિયકક્ષાનુ પ્રમાણપત્ર મળવાથી જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપિચ્છનો ઉમેરો થયો છે.

જિલ્લામાં આરોગ્ય સેવાઓ ખુબ સારી મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાબરકાંઠા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જિલ્લા કવોલીટી એસ્યોરન્સ મેડીકલ ઓફિસરશ્રી દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેના સુંદર પરિણામ NQAS માટે રાષ્ટ્રીય કક્ષાએથી ટીમની નિમણૂક કરવામાં આવે છે. આ અંતર્ગત નક્કી કરેલ સેન્ટરો ખાતે મુલાકાત લઇને ચેક લીસ્ટ મુજબ જરુરી મુદ્દાઓની ચકાસણી થાય છે. જેનો મુખ્ય આશય દર્દીઓને ગુણવત્તાસભર સેવાઓ આપવાનો છે.

આ માટેના નિયત માપદંડોમાં સગર્ભા માતાઓ, નવજાત શિશુ અને બાળકોને જરૂરી આરોગ્ય સંભાળ, રસીકરણ, કિશોર-કિશોરીઓ ને લગતી સેવાઓ, કુટુંબ કલ્યાણ સેવાઓ, વિવિધ આરોગ્ય સેવાઓ, તાત્કાલિક આરોગ્ય સારવાર, રોગચાળાને લગતી સેવાઓ, વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ ના સઘન સંચાલન, નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન-સારવાર, માનસિક આરોગ્ય ને લગતી સારવાર- સેવાઓ, જનરલ એડમિનિસ્ટ્રેશન અને ફાયનાન્સ ને લગતી વિવિધ સુવિધાઓ સઘન તપાસ રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો દ્વારા કરવા આવી હતી.

નિરિક્ષકો દ્વારા દર્દીઓના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા. જેમાં સાબરકાઠાં જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હિંમતનગર અડપોદરા ૮૮%, તલોદના તાજપુર કેમ્પ ૭૮%, પ્રાંતિજના નનાનપુર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ૮૮% માર્કસ સાથે ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર મળવાના કારણે સ્થાનિક જન સામાન્ય ને મળતી આરોગ્ય સેવાઓ, સુવિધાઓમા ઉતરોતર વધારો થશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!