ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

આણંદ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

 

તાહિર મેમણ : 18/10/2023/ – આણંદ, બુધવાર :: રાજ્યભરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવનાર છે. આણંદ જિલ્લો સ્વચ્છ જિલ્લો બને તેમજ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને વેગવંતુ બનાવવા માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લામાં આગામી બે મહિના સુધી જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, બાગ બગીચા, મુખ્ય માર્ગો, તળાવો, નદીઓ વગેરે તમામ જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

 

 

 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેકટર આર.એસ. દેસાઈ, ડી.આર.ડી.એ. ડાયરેક્ટર જે.વી. દેસાઈ, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!