GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

આદર્શ નિવાસી શાળા કુમાર ખમીસાણાના છાત્રાલયનું ઈ-ખાતમુહૂર્ત કરાયું.

તા.26/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખમીસાણા ખાતે રૂ.૭.૧૪ કરોડના ખર્ચે છાત્રાલયનું કરાશે નિર્માણ.

સરકાર દ્વારા ૧૬૦ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવા સહિતની આધુનિક સુવિધા પૂરી પડાશે.

આજે જિલ્લા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની લીંબડી ખાતે થયેલી ઉજવણી પ્રસંગે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના વરદહસ્તે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર હસ્તકની આદર્શ નિવાસી શાળા કુમાર ખમીસાણા તા.વઢવાણના છાત્રાલયનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે હેતુથી આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે રૂ. ૭.૧૪ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે આ છાત્રાલયમાં ૧૬૦ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સગવડ તેમજ રમતગમતના સાધનો જેવી સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે આ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે ૨૪ રૂમ એટેચ બાથરૂમની સુવિધા સાથે, ૦૧ ડિસેબલ ફ્રેન્ડલી રૂમ, ૦૧ કોમ્પ્યુટર રૂમ, ૦૧ વોર્ડન ઓફિસ રૂમ, ૦૧ ડાઇનિંગ હોલ રૂમ (વિથ સીટીંગ એરેજમેન્ટ) ૦૧ કોમન રૂમ, ૦૧ કિચન વિથ સ્ટોર રૂમ, ૦૧ સરવન્ટ રૂમ, ૦૧ વિઝીટર રૂમ, ૦૧ ઇલેક્ટ્રીક રૂમ, વોટર કુલર વિથ આર.ઓ.પ્લાન્ટ, વોશ એરીયા તથા ૦૧ વોર્ડન રેસિડેન્ટ રૂમ, પાર્કિંગ, ગાર્ડન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સી.સી.રોડ, ૦૧ વોટર સંપ રૂમ, ફાયર સેફટી સિસ્ટમ, કમ્પાઉન્ડ વોલ, સી.સી.ટી.વી. કેમેરા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર અને ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન અનુસાર આ બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!