GUJARATJUNAGADH

ગ્રામિણ સ્વરોજગાર સંસ્થા ફોટો/વિડીયોગ્રાફી અને મેન્સ પાર્લર સલુન તાલીમાર્થીઓને સર્ટીફિકેટ એનાયત કરાયા

૨૬ જેટલા ભાઇઓએ RSETI સંસ્થા ખાતે સંપૂર્ણ પણે વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા સાથે ૧૫ દિવસની તાલીમ લાભ લીધો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના સ્ટેટબેંક ઓફ ઈન્ડીયા દ્વારા સંચાલિત ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI)  બિલખા રોડ  ખાતે ભાઇઓ માટે મેન્સ પાર્લર મેનેજમેન્ટ અને ફોટો/વિડીયો ગ્રાફીની ૧૫ દિવસીય તાલીમ કાર્યક્રમનો સમયગાળો પુર્ણ થતા તથા નાબાર્ડનાં ડી.ડી.એમ કીરણ રાઉત, આરસેટીનાં નીયામક યોહીલ, લીડબેંકનાં મેનેજર ગણપત રાઠવાનાં હસ્તે તાલીમાર્થી બહેનોને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
અધ્યક્ષસ્થાનેથી RSETI સંસ્થાની કામગીરી અંગે નાબાર્ડનાં ડીડીએમ કીરણ રાઉતે સરાહના કરતા જણાવ્યું હતું કે RSETI સંસ્થા દ્વારા ગ્રામિણ યુવાઓને પગભર કરવા માટે વિવિધ ૬૪ જેટલી તાલીમો આપવામાં આવે છે જેનાથી જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાઓમાં યુવાઓ આર્થીક રીતે પગભર થઈ રહી પોતાના પરિવાર અને સમાજને આગળ લવવામા મદદરુપ બની શકે. વધુમાં તેમણે તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતુ કે આપણે એક બીજાને મદદ કરીશું તો જ સમાજ ઉપર આવશે એમ કહી તમામ તાલીમાર્થી પોતાના પગ ઉપર મક્ક્મતા સાથે ઉભા રહી આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન આપતા જિલ્લા લીડ ડિસ્ટ્રીક મેનેજર ગણપત રાઠવાએ RSETI સંસ્થાની કામગીરી વિશે અને આ સંસ્થાની શરુઆર અંગે માહીતી પુરી પડી હતી.તાલીમાર્થીઓને સફળતા પૂર્વક તાલીમ પૂર્ણ કરવા અને સ્વરોજગારી મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
તાલીમર્થીઓ  દ્વારા પોતાના પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા હતા, અને  જણવ્યું હતુ કે RSETI એ ખુબ જ સારી સંસ્થા છે આ સંસ્થા અમારી પડખે આવીને રોજગારી મેળવવામાં અને અમને પગભર બનાવવામાં ખુબ જ મદદરુપ છે. RSETI દ્વારા વિવિધ સેલ્ફ employment ની તાલીમો આપી ને સ્વરોજગારી તરફ દેશના યુવાધનને દિશા આપી રહી છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વીકાસ એજન્સીનાં અર્જુન આહીર, આરસેટીના દર્શન સુત્રેજા, RSETI ફેકલ્ટી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ફેકલ્ટી અજીત પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા તાલીમ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગ્રામિણ સ્વરોજગાર સંસ્થાનાં નિયામક ગોહીલે સૈાને આવકારી સંસ્થા ખાતે માળખાકીય સવલતો અને તાલીમી કાર્યક્રમોની વિગતો આપી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!