CHIKHLIGUJARATNAVSARI

Chikhali : ચીખલી અને ગણદેવી તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા યોજાઈ.

અંબાલાલ પટેલ – ચીખલી

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા અમર બલિદાનોની શૌર્ય ગાથા રજૂ કરતી શૌર્ય જાગરણ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ યાત્રામાં સામેલ રથમાં ભગવાન શ્રી રામ સીતા લક્ષ્મણ હનુમાનજીની પ્રતિમા મુકાઈ હતી. ભગવાન શ્રીરામની પ્રતિમા સાથે શાસ્ત્રી શ્રી જનક દાદા જાની તેમજ સંત શ્રી ઓમ પ્રભાકરજી પણ જોડાયા હતા. જેનું ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આરતી સાથે શૌર્ય જાગરણ યાત્રાને આવકારવામાં આવી હતી. ત્યારે ચીખલીમાં બગલા દેવ મંદિર ખાતે પૂજા અર્ચના સાથે શૌર્ય જાગરણ યાત્રા પ્રારંભ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી તેમજ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે આ રેલી ચીખલી બજારના વિવિધ માર્ગો પર ફરી હતી.જ્યારે યુવાનો દ્વારા જય શ્રી રામ,ના નારા લગાવ્યા હતા અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા આરતી કરવામાં આવી હતી. પાવન ભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી નું ભવ્ય મંદિર બની રહ્યું હોય ત્યારે આખા ભારત દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી.જે અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ,ચીખલી, આંતલિયા,બીલીમોરા,અમલસાડ અને ગણદેવીમાં આ ભવ્ય શૌર્ય જાગરણ યાત્રા નું ઠેર-ઠેર સ્વાગત અને આરતી કરવામાં આવી હતી.તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ગણદેવી માં મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતુ.ત્યારે સાથે વી.એચ.પી.ના રાજુભાઈ ઢીમર નવસારી યાત્રા પ્રમુખ,મયુર ભાઈ કદમ,હિરેનભાઈ શાહ વિભાગ મંત્રી,પ્રેમ ભાઈ ગૌસ્વામી,સોનુ મિશ્રા,કૃણાલ મારું,રઘુ ભાઈ ભરવાડ,વિનોદ ભાઈ કુમાવત,હિરેન ભાઈ ભટ્ટ,હર્ષદભાઈ પંડ્યા, હિતેશભાઈ પટેલ,જયેશભાઈ વૈષ્ણવ,પ્રવિણ ભાઈ પ્રજાપતિ,પ્રણવ ઢીમર,રતનભાઇ કુમાવત,ઓમ પ્રકાશ, અજય પટેલ હાજર રહ્યાં હતાં.ત્યાર પછી શોર્ય જાગરણ યાત્રા ગણદેવી થઈ નવસારી પહોંચી હતી.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!