CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલામાં પવિત્ર યાત્રાધામ સ્થળ તરીકે વિકાસ કરી યાત્રિકોની સુવિધામાં વધારો કરવામાં આવશે. -વન અને પર્યાવરણ મંત્રી 

તા.21/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં રાસ ગરબાની રમઝટ જામી,કાર્યક્રમને લોકોએ ખૂબજ ઉત્સાહપૂર્વક માણ્યો.

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આજે ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કીંગ પ્લોટ, ચોટીલા ખાતે નવરાત્રિ શક્તિ પર્વ-૨૦૨૩ યોજાયો હતો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંબોધન કરતાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, નવરાત્રીએ શક્તિ અને ભક્તિનું પર્વ છે રાજ્યના પવિત્ર યાત્રાધામો તેમજ શક્તિપીઠ સ્થળો પર નવરાત્રીના દિવસોમાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આયોજિત વાઈબ્રન્ટ નવરાત્રીના કારણે આજે ગુજરાતના ગરબા વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યા છે આમ આવા વિવિધ કાર્યક્રમો દ્વારા આપણી સંસ્કૃતિને જાળવવાનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રવાસન સ્થળ કચ્છ આજે વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત સ્થળ બની ગયું છે જેને ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહન અંકિત કર્યું છે આજે સરકાર દ્વારા રાજ્યના તમામ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ચોટીલાનો પણ પવિત્ર યાત્રાધામ સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે અને યાત્રિકોની સુવિધામાં વધારો કરવામાં આવશેશવધુમાં તેમણે ઉપસ્થિત સર્વે લોકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને જિલ્લા કલેકટર કે.સી.સંપટે પણ સર્વે લોકોને નવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી જાણીતા સુપ્રસિધ્ધ લોક ગાયિકા ફરીદાબેન મીર અને આર.ડી.પરમાર તેમજ તેમની ટીમ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી આ કાર્યક્રમને ઉપસ્થિત સર્વે લોકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક માણ્યો હતોશકાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચોટીલા નગરપાલિકા પ્રમુખ અલ્કાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ પીઠાભાઈ, ચોટીલા ડુંગર ટ્રસ્ટના મહંત અમૃતગીરી બાપુ, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ રાયજાદા, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહીલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, તેજાભાઇ, લાલાભાઈ ભરવાડ, શૈલેષભાઈ સહિત ખેલૈયાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!