ABADASAGUJARATKUTCH

નલીયા ખાતે પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ આશ્રિતોનું સંમેલન યોજાયું.

૨૩-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ તેઓના આશ્રિતોનું સંમેલન તાજેતરમાં પ્રાંત અધિકારીશ્રી કે.જે.વાઘેલાના અધ્યક્ષસ્થાને નલીયા ખાતે યોજાયું હતું. અબડાસા તાલુકાના પ્રાંત અધિકારીશ્રી તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રજવલીત કરી સંમેલનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શહીદ સૈનિકોની આત્મા શાંતિ માટે તમામ હાજર સભ્યોએ બે મિનીટ મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારીશ્રી હિરેન લીંબાચીયાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી તથા હાલમાં રાજ્ય સૈનિક બોર્ડની વેબસાઇટ પર તમામ પૂર્વ સૈનિકો અને સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવા તેમજ તેમાં કોઇ મુશ્કેલી આવે તો કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ નિવૃત્ત કમાન્ડર કિરીટ ગઢવી, OIC ECHS ભુજ દ્વારા મેડીકલ સુવિધા બાબતની જાણકારી આપવામાં આવી હતી. પ્રાંત અધિકારીશ્રી તેમજ મામલતદારશ્રીએ પણ પૂર્વ સૈનિકો અને તેઓના પરિવારને તેઓની કચેરી તરફથી પૂર્ણ સહયોગ આપવા જણાવ્યું હતું. સંમેલનમાં પધારેલા તમામ પૂર્વ સૈનિકો અને સ્વ.પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને ભુજના દાતાશ્રી ગોપાલભાઇ એમ.પટેલ, સ્વામિનારાયણ વિજય કેરી ટ્રેડ પ્રા.લી ભુજ તરફથી ભેટ આપવામાં આવી હતી. સ્વ.પૂર્વ સૈનિકોની ધર્મપત્નીઓનું, પ્રમુખશ્રી માજી સૈનિક સંગઠન ભુજ કચ્છ તરફથી મળેલી ભેટ આપી મંચસ્થ મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં માટે વ્યવસ્થા અલ્ટ્રાટ્રેક સિમેન્ટ વાયોર તરફથી કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. SPARSH એજન્સી , ICICI દ્વારા સ્થળ પર જ સ્પર્શને લગતી કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અશોકસિંહ ઝાલા, પ્રતિનિધિશ્રી, નિયામક સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરી, અમદાવાદ , શ્રી એમ.પી. કતિરા મામલતદારશ્રી અબડાસા , કર્નલશ્રી એસ.એસ.વર્તક, વેટરન કર્નલ, સ્ટેશન હેડકવાટર્સ ભુજ, ફલાઇંગ ઓફિસરશ્રી બી.એન.રાય, પ્રતિનિધિ, એરફોર્સ સ્ટેશન નલિયા, સુબેદાર મેજર અને ઓનરરી કેપ્ટન શ્રી ચતુરસિંહ સોઢા, નોન ઓફિશિયલ મેમ્બર, સમસ્યા નિવારણ ત્રિમાસિક સમિતિ, શ્રી જિતેષભાઇ જેરાજાની, સ્પર્શ હેલ્પ ડેક્સ,વઆઇ.સી.આઇ.સી.આઇ બેંકના પ્રતિનિધિ, ભુજ શાખા, ડૉ. રીટા બાબનીયા, ટીડીએચઓ, જખૌ, હેલ્થ ચેકઅપ કેમ્પ, શ્રી યોગેશભાઇ વ્યાસ, સેકશન અધિકારી, પ્રતિનિધીશ્રી અલ્ટ્રાટેક સિમેન્ટ પ્રાઇવેટ લી.વાયોર ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!