ARAVALLIGUJARATMODASA

લાઈટ બિલ ભરવાના ચક્કરમાં ખાતું ખાલી થઇ ગયું : મોડાસાનો કંસ્ટ્રક્શન વ્યવસાયી યુવક પાસેથી 3.93 લાખ સાયબર ગઠિયાએ ખંખેર્યા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

લાઈટ બિલ ભરવાના ચક્કરમાં ખાતું ખાલી થઇ ગયું : મોડાસાનો કંસ્ટ્રક્શન વ્યવસાયી યુવક પાસેથી 3.93 લાખ સાયબર ગઠિયાએ ખંખેર્યા

 

ડિજિટલ યુગ અને ઓનલાઈન બેંકિંગને પગલે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે અરવલ્લી જીલ્લા પોલીસ તંત્ર સાયબર ક્રાઈમ જાગૃતતા અંગે અનેક સેમિનાર કરવા છતાં લોકો સમયાંતરે સાયબર ક્રાઈમનો ભોગ બનતા રહે છે સાયબર ક્રાઈમ દ્વારા લાઈટ બિલ બાકી છે કનેક્શન કપાઈ જશે નો ડર બતાવી મેસેજ કરી સાયબર ગઠિયાઓ ઓનલાઈન ફ્રોડ કરતા હોવાથી સાવચેત રહેવા તાકીદ કરવા છતાં અનેક લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહી છે

મોડાસા શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા કંસ્ટ્રક્શન વ્યવસાયી યુવકે ઓનલાઈન વીજ બિલ ભર્યા છતાં સાયબર ગઠિયાએ તમારું બિલ બાકી છે જણાવી વોટ્સપ પર લિંક મોકલી બિલ અપડેટ કરવાનું કહી ગણતરીની મિનિટ્સમાં યુવકના બેંક એકાઉન્ટ માંથી 3.83 લાખથી વધુ અને ક્રેડિટ કાર્ડમાંથી દસ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્જેકશન કરી પડાવી લેતા યુવક હોફાળો ફોફળો બન્યો હતો સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરતા મોડાસા ટાઉન પોલિસે સાયબર ગઠિયા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ ઈશ્વરભાઈ પટેલ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે તેમને તેમનું લાઈટબીલ ઓનલાઈન ભર્યું હતું તેમના મોબાઈલમાં તમારું લાઈટ બિલ બાકી છે અને નહીં ભરોતો પાવર કટ થઇ જશેનો મેસેજ આવતા ચોંકી ઉઠ્યા હતા યુવકે ટેક્ષ મેસેજ વાળા નંબર પર કોલ કરતા મોબાઈલ ધારક ગઠિયાએ બિલ બાકી હોવાનું કહેતા તેમને બિલ ભરી ઓનલાઈન ભરી દીધું હોવાનું જણાવતા ગઠિયાએ યુવકને વિશ્વાસમાં લઇ વોટ્સપ પર લિંક મોકલી અપડેટ કરવાનું જણાવતા યુવકે લિંક પર અપડેટ કરતા તેમના મોબાઈલ હેંક થઈ ગયો હતો અને એચડીએફસીના બેંક એકાઉન્ટમાંથી રૂ.383426 / બિલ્ડકપ પાવર કોર્પ લી. નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ યુવક વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી દસ હજાર મળી રૂ.393426/- સરકાવી લેતા યુવક તાબડતોડ બેંકમાં પહોંચી એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ બંધ કરાવી સાયબર ક્રાઈમ પોલીસને અરજી આપી હતી મોડાસા ટાઉન પોલીસે મોબાઈલ ધારક સાયબર ગઠિયા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!