વાત્સલ્યમ સમાચાર
નવસારી
લોકઅદાલતમાં પક્ષકારોને ઝડપી અને ઓછા ખર્ચે ન્યાય મળે છે.
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા અને ડાંગ જિલ્લાના આહવા, વઘઇ તથા સુબીર મથકે વકીલ બાર એસોસિએશન તેમજ અન્ય સ્ટેક હોલ્ડર્સના સહયોગથી તમામ પ્રકારના સમાધાન લાયક સિવિલ, ક્રિમિનલ, ભરણપોષણ, ચેક રીટર્નના, જમીન સંપાદનના કેસો, ઇ-મેમો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ તથા એમ.એ.સી.પી. વિગેરે કક્ષાની કેસોની લોક અદાલત અને સ્પેશીયલ સીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિ-લીટીગેશન લોકઅદાલતમાં-૫૫૨૬, લોક અદાલતમાં-૭૬૬ તથા સ્પેશીયલ સીટીંગમાં-૩૯૯૨ મળી કુલ-૧૦૨૮૪ કેસોનો લોકઅદાલતમાં નિકાલ કરવામાં આવ્યો છે. તેમ અધિક્ષક જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.