GUJARATKUTCHMANDAVI

અદાણી સમૂહની કચ્છ કોપર ઇન્ટરનેશનલ કોપર એસોમાં જોડાઇ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા. ૧૬ જાનપ્યુઆરી  : ણ્યભૂમિ તલગાજરડા ખાતે ચિત્રકૂટ આશ્રમ દ્વારા સને ૨૦૨૪ ના શ્રેષ્ઠ સન્માન અંતર્ગત ચિત્રકૂટ પારિતોષિક એનાયત સમારંભ પૂ. મોરારિ બાપુના સાનિધ્યમાં ઉજવાયો હતો. રાજ્યની જિલ્લા પંચાયતો અને નગરપાલિકા/ મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સેવાઓ આપતા શિક્ષક ભાઈ બહેનોમાંથી ૩૫ શ્રેષ્ઠ શિક્ષકોની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.  રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ સને ૨૦૦૦ ની સાલથી પ્રારંભ થયેલ છે. આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રતિવર્ષ અર્પણ થાય છે. પ્રાર્થના અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય બાદ મહુવા તાલુકા સંઘના પ્રમુખ મનુભાઈ શિયાળે સૌને આવકાર્યા હતા. તલગાજરડા (તાલુકો મહુવા) ની કેન્દ્રવર્તી શાળા – ચિત્રકૂટ ધામ ખાતે કુલ મળીને ૩૫ પ્રાથમિક ભાઈ-બહેનોની મોરારીબાપુ દ્વારા આ એવોર્ડ આપીને વંદના કરવામાં આવી હતી. ગુજરાતના દરેક જિલ્લા (૩૩ જિલ્લા) માંથી એક ઉપરાંત ૧ નગરપાલિકા અને ૧ મહાનગરપાલિકાના શિક્ષકો મળી મળીને કુલ ૩૫ એવોર્ડ આપવામાં આવ્યા હતા. રાજ્યભરના બે લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદગી કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ વર્ષોથી નિભાવતું આવે છે. દરેક જિલ્લાઓમાંથી આવેલ શ્રેષ્ઠ શિક્ષકોની ફાઈલમાંથી રાજ્યની પસંદગી સમિતિ દ્વારા મહોર મારવામાં આવે છે. ચિત્રકૂટ પારિતોષિકથી પુરસ્કૃત શિક્ષકોને મોરારીબાપુ દ્વારા પ્રત્યેકને ૨૫૦૦૦ રૂપિયા નો ચેક, કાળી કામળી, સૂત્રમાલા, રામનામી તેમજ સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ પૂ. સીતારામ બાપુ અધેવાડા દ્વારા પણ પુરસ્કૃત શિક્ષકોને શાલ, પુસ્તક અને સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.કચ્છ જિલ્લામાંથી ભુજની નવનીત નગર પ્રા. શાળામાં ફરજ બજાવતા સુશ્રી કૃપાબેન રસિકલાલ નાકરની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. બહુમુખી પ્રતિભા ધરાવતા કૃપાબેન નાકર પોતાની ૨૭ વર્ષની શૈક્ષણિક કારકિર્દી દરમ્યાન તાલુકા – જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, શ્રેષ્ઠ માતૃભાષા શિક્ષક એવોર્ડ , કલાગુરુ એવોર્ડ, ગુરુગૌરવ એવોર્ડ, બ્રહ્મ ગૌરવ એવોર્ડ, બેસ્ટ ઇનોવેટિવ ટીચર સહિતના સન્માન મેળવી ચૂક્યા છે. તેમના સન્માન વેળાએ કચ્છ જિલ્લામાંથી રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા તલગાજરડા ખાતે ખાસ ઉપસ્થિત રહી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે, અને તેને સાર્વત્રિક એવમ ઘનિષ્ઠ બનાવવાના પ્રયાસોમાં પોતાના ફાળે આવેલી કર્તવ્ય પાલનતામાં નિસ્વાર્થ સિંહ ફાળો અને યોગદાન આપનાર પ્રાથમિક શિક્ષકો સાચા શિલ્પીઓ છે ત્યારે મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ નિષ્ઠાવાન-ચારિત્રવાન પ્રાથમિક શિક્ષકો ને એનાયત થતો આ એવોર્ડ રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં ગૌરવવંતો અને મૂલ્યવાન લેખાય છે. પ્રાસંગિક ઉદબોધનમાં પૂ. બાપુએ ૪ પુરુષાર્થ ઉપરાંત સ્વાધ્યાય, અધ્યયન અને અધ્યાપનને શિક્ષકના ૩ ધર્મ ગણાવી એવોર્ડ વિજેતા શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. આ વેળાએ અહીં મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકામાંથી સેવા નિવૃત્ત થનાર ૪ જેટલા પ્રાથમિક શિક્ષક ભાઈ – બહેનોને પણ સન્માન સાથે વિદાય નિવૃત્તિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમિન પટેલ , કોષાધ્યક્ષ મહેન્દ્ર વિંછીયા , ભાવનગર જિલ્લા સંઘના પ્રમુખ મધુકર ઓઝા, મહામંત્રી ગજુભા વાળા, પદ્મશ્રી સરિતાબેન જોષી, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, તાલુકાના શિક્ષણાધિકારી, બી.આર.સી. કો. ઓર્ડીનેટર, વિવિધ જિલ્લા સંઘના પ્રમુખ,મહામંત્રી, રાજ્ય સંઘના હોદ્દેદારો, ગામના સરપંચ સહિત મહુવા તાલુકાના શિક્ષક ભાઈ – બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રસિકભાઈ અમીને જ્યારે આભારવિધિ મંત્રી જગદીશ કાતરિયાએ કરો હતી. આયોજનને સફળ બનાવવા ભાવનગર જિલ્લા અને મહુવા તાલુકાના શિક્ષક અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!