BHUJGUJARATKUTCH

એકોર્ડ હોસ્પિટલમાં ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન દ્વારા “Women’s Wednesday” કાર્યક્રમ ઉજવાયો.

મહિલા અને બાળ વિકાસ વિભાગની કાર્યરત યોજના વિશે જાણકારી અપાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૪ જુલાઈ  : ભુજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન (DHEW) પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ એકોર્ડ હોસ્પિટલમાં “Women’s Wednesday” ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં “Women’s Wednesday ની ઉજવણી દરમિયાન મિશન કો-ઓર્ડીનેટરશ્રી ફોરમબેન વ્યાસ એ સ્વથી સ્વપ્ન સુધીની ઉડાન ભરવા માટે સશક્ત બનીને અવાજ ઉઠાવવા જણાવ્યું હતું તેમજ વિભાગીય યોજનાની માહિતી આપવામાં આવી હતી.એકોર્ડ હોસ્પિટલના સુશ્રી રીતુબેન જોષી દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી માહિતી પહોચાડવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં પ્રશ્નોતરી દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગની કાર્યરત યોજનાના પેમ્ફ્લેટનું વિતરણ કરાયું હતું.“Women’s Wednesday” કાર્યક્રમને સફળ બનાવવામાં DHEWના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ સુશ્રી પૂજાબેન પરમાર અને સ્પેશિયલ ફાઈનાન્સ લીટ્રસીના સુશ્રી ક્રિષ્નાબેન ભુડિયાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં એકોર્ડ હોસ્પિટલના સુશ્રી રીધ્ધીબેન દવે તથા હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!