સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિદ્યા સહાયકોની ભરતી માટે 1,941 ફોર્મ ભરાયાં.
તા.25/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધો. 1થી 8માં કુલ 13,852 શિક્ષકોની ભરતીની ગત તા. 1લી નવેમ્બરે જાહેરાત થઈ છે વિદ્યા સહાયકો તરીકેની આ ભરતીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 1,941 ઉમેદવારોએ ફોર્મ ભરી ડોકયુમેન્ટ વેરીફીકેશન કરાવ્યુ છે આ જગ્યાઓ ભરવા છતાં હજુ રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અંદાજે 10 હજાર જગ્યાઓ ખાલી રહેનાર છે રાજયની પ્રાથમીક શાળાઓમાં શિક્ષકોની 23,500થી વધુ જગ્યા ખાલી છે ત્યારે ગુજરાત રાજય પ્રાથમીક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધો. 1થી 8માં કુલ 13,852 શિક્ષકોની ભરતીની ગત તા. 1લી નવેમ્બરે જાહેરાત કરાઈ હતી જેમાં તા. 7મીથી 16મી નવેમ્બર દરમિયાન ફોર્મ ભરવાની અને તા. 19મી નવેમ્બર સુધી ડોકયુમેન્ટ વેરીફીકેશનની કાર્યવાહી કરાઈ હતી આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિની કચેરી પણ ઉમેદવારોથી ધમધમતી રહી હતી જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી શીલ્પાબેન પટેલ અને નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી બી. સી. પરમાર દ્વારા વિદ્યા સહાયકોને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવી હતી રાજય સરકાર દ્વારા ખાલી પડેલી 23,500 જગ્યા પૈકી 13,852 જગ્યાઓ ભરવાનું આયોજન કરાયુ છે જેમાં ધો.1થી 5 માં 5 હજાર, ધો. 6થી 8માં 7 હજાર અને અન્ય માધ્યમોમાં 1,852 શિક્ષકોની ભરતી કરાનાર છે સરકારી પ્રા. શાળાઓમાં શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પ પુરા થયે ભરતીની કાર્યવાહી હાથ ધરાશે જેમાં તમામ જિલ્લા, નગરના રોસ્ટર આધરિત માગણા પત્રક મેળવી, માધ્યમવાર, વિષયવાર, વિભાગવાર, કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતા પહેલા વેબસાઈટ પર મુકવામાં આવશે છેલ્લે ડીસેમ્બર 2023માં 2,430 શિક્ષકોની ભરતી થઈ હતી ત્યારબાદ શિક્ષકો નિવૃત પણ થયા છે હાલની ભરતીમાં 31 ઓકટોબરે નિવૃત થયેલા શિક્ષકોનો પણ આંકડો ઉમેરાશે તેમ જિલ્લા પ્રા. શિક્ષણ વિભાગ તરફથી જાણવા મળ્યુ છે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિદ્યા સહાયકોની ભરતી માટે 1,941 ફોર્મ ભરાયા છે જેમાં ધો. 1થી પમાં 252 અને ધો. 6 થી 8માં 1689 ફોર્મ ભરાયા છે વિદ્યા સહાયકોની ભરતી અન્વયે ફોર્મ ભરાયા બાદ ડોકયુમેન્ટ વેરીફીકેશન પ્રક્રિયા પણ પુર્ણ થઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ કુલ 1941 ફોર્મ ભરાયા છે જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાઈ ગયા બાદ સંભવત જાન્યુઆરીમાં ભરતી પ્રક્રિયા બાદ નિમણુંકના હુકમો વિદ્યા સહાયકોને અપાઈ શકે તેમ હોવાનું શૈક્ષણિક વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે.