GUJARATKUTCHRAPAR

રાપર તાલુકામાં મધ્યાહન ભોજન યોજના હેઠળના ૨૧ મધ્યાહન ભોજન કેન્દ્ર પર સંચાલક તરીકે નવી નિમણુંક કરાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

રાપર,તા-૦૫ જુલાઈ : રાપર તાલુકામાં પીએમ પોષણ યોજના અંતર્ગત કાર્યરત ૨૧ મધ્યાહન કેન્દ્રોમાં નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે જગ્યા ખાલી પડેલ છે જેથી આ કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલક તરીકે નવી નિમણુંક કરવાની થાય છે. આ ૨૧ કેન્દ્રમાં પાલનપુર પ્રાથમિક શાળા, ડાભુંડા પ્રાથમિક શાળા, છોટાપર પ્રાથમિક શાળા, બાદલપર પ્રાથમિક શાળા, કારૂવાંઢ પ્રાથમિક શાળા, જોધપર પ્રાથમિક શાળા, સણવા પ્રાથમિક શાળા ,ફુલપરા પ્રાથમિક શાળા, પલાંસવા પ્રાથમિક શાળા, સોનલવા પ્રાથમિક શાળા, સંખલાસરી પ્રાથમિક શાળા, કાયાવાંઢ પ્રાથમિક શાળા, શિકાગો પ્રાથમિક શાળા, રબારકા વાંઢ પ્રાથમિક શાળા, ભાઠાપર પ્રાથમિક શાળા, પાટીવાડી પ્રાથમિક શાળા, ડેડરવાવાડી પ્રાથમિક શાળા, ગડાવાડી પ્રાથમિક શાળા, બૈયાવાંઢ પ્રાથમિક શાળા, ભુરાવાંઢ પ્રાથમિક શાળા, કમુઆરા વાંઢ પ્રાથમિક શાળા માટે નિયત નમુનામાં ૧૮/૦૭/૨૦૨૪ સુધી અરજીઓ મંગાવવામાં આવે છે. જે ચકાસણી કરી સરકારશ્રીના ધારાધોરણ મુજબ લાયકાતના આધારે નિમણુંક આપવામાં આવશે. શરતોને આધીન મધ્યાહન ભોજન યોજનાના સંચાલક તરીકેની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાલી કેન્દ્રોની યાદી તથા વિગતો મામલતદાર કચેરીના નોટીસ બોર્ડ પર જોઇ શકાશે તેવું મામલતદારશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!