પ્રિતેશ પટેલ વાંસદા
વાંસદા તાલુકાનો કેલિયા ડેમ ઓવરફલો: નવસારી
જિલ્લાના વાંસદામાં આવેલો કેલિયા ડેમ ઓવરફ્લો થયો,ગણદેવી, ચીખલી અને ખેરગામના નીચાણવાળા ૨૩ ગામોને એલર્ટ કરાયા
નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે વાંસદા તાલુકાનો કેલીયા ડેમ સંપૂર્ણ ભરાય ગયો છે,સાથેજ ઓવરફ્લો થતા વહીવટી તંત્ર દ્વારા ૩ તાલુકાના ૨૩ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.હાલમાં નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ચાર તાલુકાના ૨૩ ગામોને એલર્ટ કરાયા વાંસદા તાલુકાના કેલીયા, ચીખલી તાલુકાનું કાકડવેલ, માંડવખડક વેલણપુર, ગોડથલ, કણભઈ, સિયાદા,મોગરાવાડી,આમધરા,ઘેજ, મલિયાધરા,સોલધરા,પિંપલગભણ,ઘોલાર,કલિયારી,વલવાડા,તેજલાવ,ખેરગામ તાલુકાના વાડ,ગણદેવી તાલુકાના ઉન્ડાચ, ગોયદી,વાઘરેચ, ખાપરવાડા અને દેસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જો ઉપરવાસમાં વધુ વરસાદ પડશે તો ૨૩ ગામોમાં ડેમનું ઓવર ફલો થયેલું પાણી ગામમાં પ્રવેશી શકે છે.