NAVSARI

નવસારી: વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા પ્રાકૃતિક કૃષિ વિષયક પરિસંવાદમાં નવસારી જિલ્લા સહિત રાજયભરના ખેડૂતો વર્ચ્યુઅલી જોડાયા ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉપજનો ઉચિત ભાવ મળે એ જ પ્રાકૃતિક કૃષિનો ઉદ્દેશ છે સમગ્ર રાજયમાં રાજભવન, ગાંધીનગર ખાતેથી પ્રાકૃતિક કૃષિ વિષય પર વર્ચ્યુઅલી પરિસંવાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો. નવસારી જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ રાજ્યપાલશ્રીના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમમાં ખેડૂતો જોડાયા હતા.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યુ કે, વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી એ  અસરકારક ઉપાય છે. ઝેરમુક્ત ખેતીથી ધરતીની સાચી શક્તિ પરત મેળવી શકાય છે ઉપરાંત જમીન ફળદ્રુપ પણ બને છે.

રાજયપાલશ્રીએ ગૌ આધારિત પ્રાકૃતિક  ખેતી વિષયક વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યુ કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં આશરે ૩૦૦ કરોડ જીવાણુઓ હોય છે. દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી એ લોકોને પોષણયુક્ત અનાજ-પાક મળે અને ખેડૂતોની આવક વધે એ માટેનું નવજાગરણ અભિયાન છે.
કલથાણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ તેમજ ગામના ખેડૂતો ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!