કાલોલ પોલીસ એક્શનમાં,જુગાર રમતા 7 જુગારીઓ પકડાયા,રોકડ સહિત 2,860નો મુદ્દામાલ જપ્ત.

તારીખ ૦૨/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં પોલીસે જુગારધામ પર લાલઆંખ કરીને બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ૭ ઈસમોને વરલી-પત્તાનો હાર-જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા છે.
પ્રથમ બનાવમાં, વેજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે કાલંત્રા ગામે ડેરી ફળિયામાં આવેલ ભલસિંહ પ્રભાતસિંહ ચૌહાણના ઘર આગળ કોતર નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા બળવંતસિંહ ઉર્ફે ભલસિંગભાઈ પ્રભાતસિંહ ચૌહાણ, વિનોદસિંહ ગણપતસિંહ ચૌહાણ, વિક્રમસિંહ પ્રતાપસિંહ ચૌહાણ અને પર્વતસિંહ દલપતસિંહ ચૌહાણ નામના ૪ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે દાવ પરથી રૂ. ૬૮૦, અંગ ઝડતીના રૂ. ૭૫૦ અને ગંજીપત્તા મળી કુલ રૂ. ૧,૪૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બીજા બનાવમાં, કાલોલ પોલીસે રાવળ ફળિયામાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હિતેશકુમાર રાજુભાઈ પરમાર, ઈન્દ્રજીતસિંહ બળવંતસિંહ ગોહિલ અને રોનકકુમાર વિપુલભાઈ રાવળ નામના ૩ ઈસમોને ઝડપી લીધા હતા. અહીંથી પોલીસે દાવ પરના રૂ. ૬૨૦, અંગ ઝડતીના રૂ. ૮૧૦ અને ગંજીપત્તા મળી કુલ રૂ. ૧,૪૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.બંને બનાવોમાં વેજલપુર અને કાલોલ પોલીસ મથકે જુગાર ધારા અધિનિયમની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







