આજરોજ હાજી કન્યાશાળામાં 75 માં બંધારણીય દિવસની ઉજવણી કરવામાં આવી સૌ સારસ્વત મિત્રો ભેગા થઈને શાળામાં 275 વિદ્યાર્થીનીઓ અને વાલી મિત્રોની અધ્યક્ષતામાં આજે બંધારણ દિનની ઉજવણી કરી. જેમાં સૌપ્રથમ શાળાના સિનિયર શિક્ષક શ્રી છત્રસંગ સોલંકી સાહેબ દ્વારા બાબાસાહેબ આંબેડકર ની છબી પર પુષ્પહાર કરવામાં આવ્યા ત્યાર બાદ શ્રી જયંતીભાઈ સિંધા દ્વારા બાળકોને અને વાલીઓને વિશેષ દિન ની માહિતી આપવામા આવી,બાળકોને આજના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જે વાત કરી તેને ચાર્ટ દ્વારા સમજાવવામાં આવી બાળકોના હિત માટે શાળાનો તમામ સ્ટાફ ખૂબ જ પ્રયત્નશીલ છે અંતે આચાર્યશ્રીએ બાળકોને બંધારણની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી અને પ્રતિજ્ઞાબધ્ધ ભારતના નાગરિક બનવાના સૌને રાષ્ટ્રીય મૂલ્યોનું સમજ કેળવાય તેવી શુભકામના પાઠવતા આભાર વિધિ દ્વારા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ .