વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલ સર્વ જ્ઞાતિ યુવક મંડળ ગોટીયામાળ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં 58 યુવકોએ રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ.આ શિબિર પીએચસી સેન્ટર સાપુતારા ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચનાં સહયોગથી યોજવામાં આવી હતી.ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે સર્વ જ્ઞાતિ યુવક મંડળ ગોટીયામાળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ શિબીર પીએચસી સેન્ટર સાપુતારામાં યોજવામાં આવી હતી. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ના સહયોગથી આ શિબિરનું આયોજન થઈ શક્યુ હતુ.ત્યારે આ રક્તદાન શિબિરમાં સાપુતારા તથા આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને મોટી સંખ્યામાં યુવકોએ ભાગ લીધો હતો ત્યારે 58 જેટલા લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.આ શિબિર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડવામાં મદદ મળશે.ત્યારે સર્વ જ્ઞાતિ યુવક મંડળ ગોટીયામાળ અને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ દ્વારા આવા ઉમદા કાર્ય માટે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા..