GUJARATNARMADATILAKWADA

તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિતે સર્વાઇકલ કેન્સલ સ્ક્રિનિંગ બાબતે શિબિરનું આયોજન કરાયું

તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિતે સર્વાઇકલ કેન્સલ સ્ક્રિનિંગ બાબતે શિબિરનું આયોજન કરાયું: મોટી સંખ્યામાં મહિલાઓએ શિબિરમાં લાભ લીધો

રિપોર્ટર વસિમ મેમણ : તિલકવાડા

પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર કુમારના માર્ગદર્શન હેઠળ કેન્સલ સ્ક્રિનિંગ અને ટેસ્ટ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિર માં તાલુકાની મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો સાથે જ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને આરોગ્ય લક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 28 જુલાઈને વિશ્વ હિપેટાઈટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રોગ વિશે લોકોને જાગૃત કરવા માટે વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હેપેટાઇટિસ એક ખતરનાક રોગ છે, જેમાં લીવરને અસર થાય છે. લીવર આપણા શરીરનું એક મહત્વનું અંગ છે, જે લોહીને સાફ કરવામાં અને ખોરાકને પચાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, હેપેટાઇટિસને કારણે લીવરમાં બળતરા થાય છે. જો આ રોગની સમયસર કાળજી લેવામાં ન આવે તો તે જીવલેણ બની જાય છે. જો કે હેપેટાઈટીસથી બચવા માટે રસી આપવામાં આવે છે, પરંતુ જાગૃતિના અભાવે હજુ પણ ઘણા લોકો તેની રસી લેતા નથી જેથી લોકો ને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આજ રોજ તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન 52 મહિલાઓનું સ્ક્રીનીંગ અને ટેસ્ટ કરવામાં આવ્યો સાથે જ નગરમાં રેલી નું આયોજન કરી લોકો ને જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!