BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના કુંવરપુરા ગામની ખાડીમાંથી મગર ઝડપાયો 

ઝઘડિયા તાલુકાના કુંવરપુરા ગામની ખાડીમાંથી મગર ઝડપાયો

 

પાંચ ફૂટ લાંબો અને ૩૦ કિલો વજન ધરાવતા મગરને વન વિભાગની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો

 

છેલ્લા બે દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે ઝઘડિયા તાલુકામાંથી વહેતી નાની મોટી ખાડીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીની આવક જોવા મળી છે, પાણી સાથે સાથે જળચર જીવો પણ પાણીના પ્રવાહમાં તણાઈ આવતા હોય છે, ગતરોજ કુંવરપુરા ગામની ખાડીમાં મગરે દેખા દીધી હતી, ગામના સરપંચ દ્વારા ઝઘડિયા વન વિભાગના આરએફઓ મીનાબેન નો સંપર્ક કરવામાં આવ્યો હતો, વન વિભાગના આરએફઓ મીનાબેન, મહેશભાઈ, સુનિલ શર્મા, કમલેશ વસાવા, શુભમ ચૌહાણ અને કાલુ વસાવાની ટીમ દ્વારા કુંવરપુરાની ખાડીમાંથી સલામત રીતે મગરને ઝડપી લેવામાં આવ્યો હતો, મગર આશરે પાંચ ફૂટ લાંબો અને તેનું વજન ત્રીસ કિલો જેટલું હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું હતું, ઝડપાયેલ મગરને સલામત સ્થળે છોડવાની વન વિભાગ ઝઘડિયા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!