GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી અન્વયે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

જિલ્લાની તમામ સરકારી કચેરીઓને રોશનીથી શણગારી રાષ્ટ્રધ્વજ લહેરાવાશે.

તા.08/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લાની તમામ સરકારી કચેરીઓને રોશનીથી શણગારી રાષ્ટ્રધ્વજ લહેરાવાશે.

આઝાદીની ઉજવણી યાદગાર બનાવવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૦૮ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાશે જેના ભાગરૂપે આગામી તા.૧૦ ઓગસ્ટના રોજ હર ઘર તિરંગાના આયોજન અન્વયે જિલ્લા કલેકટર કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેકટર કે. સી. સંપટે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગવાન બનાવવા અને તિરંગાના સન્માનમાં દરેક નાગરિક સહભાગી બને તેવું સુદ્રઢ આયોજન કરવા પર ભાર મૂક્યો હતો તેમજ તા.૦૮ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન યોજાનારી “હર ઘર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી આ અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારો તથા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે વધુમાં, ગ્રામ્ય વિસ્તારો, સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ, ઔદ્યોગિક એકમો, એ.પી.એમ.સી., ઘર, દુકાન તથા અન્ય વિસ્તારો સહીત વધુમાં વધુ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું માન જળવાય તથા પુરા સન્માન સાથે તિરંગો લહેરાવાય તે પ્રકારે સુચારૂ આયોજન કરવા સંબધિત વિભાગનાં અધિકારીઓને સૂચિત કર્યું હતું આ ઉજવણી અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રા યોજાશે જિલ્લામાં સવારે ૦૯.૦૦ કલાકે એમ.પી.શાહ આર્ટસ કોલેજથી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે જેમાં શાળાનાં બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, લોકનૃત્યના કલાકારો, સામાજિક સંસ્થાઓ જોડાશે આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ઝાલાવાડ વાસીઓને જોડાઈને દેશભક્તિનની ભાવનાને વધુ બળવત્તર બનાવવા જિલ્લા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓમાં નિબંધ, ચિત્ર, રંગોળી અને દેશભક્તિનાં ગીતોની સ્પર્ધા યોજવામાં આવશે આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ લોકજાગૃતિના કાર્યક્રમો અને નાટકો પણ યોજાશે આ બેઠકમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નિવાસી અધિક કલેકટર આર.કે. ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વહીવટીતંત્રના સંબધિત વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!