GUJARATNAVSARI

સત્ય સાંઈ નર્સિંગ કોલેજ મહુવાસ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

*વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો,બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાયા* *રંગોળી,ગરબા, કઠ પૂતળી, નાટક જેવા પરંપરાગત માધ્યમો થકી મતદાન માટે પ્રેરીત કરાયા*
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં 26 વલસાડ (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા) વિ.સ.મ.વિ, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વાંસદાની હાજરી અને માર્ગદર્શન હેઠળ આજરોજ વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે, ગરબા, કઠ પૂતળી, નાટક જેવા પરંપરાગત માધ્યમો થકી આગામી ચૂંટણીમાં મતદાન માટે પ્રેરીત કરાયા હતા. આ સાથે નવા મતદારો કે જે પહેલી વખત મતદાન કરનાર છે તેમના અભિવાદન તેમજ એક વખત મતદાન કરેલ યુવા મતદારોના અનુભવ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા તમામ યુવા મતદારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ સાથે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો,બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાઇ કાર્યક્રમની પુર્ણાહુતિ કરી હતી. આ સાથે આગામી તા. 07/05/2024 ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા સૌ સંકલ્પબધ્ધ થયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!