કાલોલ નગર ખાતે ડૉ બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય ભીમ ડાયરો યોજાયો.
તારીખ ૧૬/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગર ખાતે ડૉ બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય ભીમ ડાયરો નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના ગ્રામ્ય પરિવેશ પંથક અને સમગ્ર કાલોલ શહેરના રહીશો ને જાહેર આમંત્રણ આપી સમાનતા ના અધિકાર સાથે કાર્યક્રમ ની શરૂઆત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને ફુલહાર પહેરાવી વંદન કર્યા હતા અને આવેલ મહેમાનો નુ પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ, દાહોદ અને મહીસાગર તથા વડોદરા પંથક માં પંચમહાલ જિલ્લામાં કાલોલ ખાતે પ્રથમ વાર સોરઠ ના બહુજન સાહિત્યકાર વિશન કાથડ દ્વારા ભીમ ડાયરો યોજાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ભાગ્યોદય સોસાયટી ખાતે ડૉ આંબડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ દ્વારા ભીમ ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૪ મી એપ્રિલે સવારે ૯ કલાકે પુષ્પાંજલિ અર્પણ કરી હતી જ્યારે બીજા દિવસે સાંજે ભારત રત્ન, બોધી સત્વ, બંધારણ ના ઘડવૈયા, સિમ્બોલ ઓફ નોલેજ, નારીઓ ના મુક્તિ દાતા નો ભીમ મહાપર્વ કાલોલ મુકામે બે દિવસ ઉજવાયો જેમાં સૌરાષ્ટ્ર ના બહુજન સાહિત્યકાર વિશન કાથડ ના સ્વર માં બાબા સાહેબ આંબેડકર નો ઈતિહાસ સૂચિતાર્થ કર્યો હતો દલિતો ઓબીસી સમાજ ના ઈતિહાસ પર એક નજર કરીએ તો ખબર પડે ઈતિહાસ શું છે આ તબ્બકે ભીમ વંશજો એ ભારે જેહમત ઉપાડી હતી.