પાલનપુર તાલુકાનાં ભાવિસણા ગામે ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત પહેલ ૧૦૦ ટકા બાળકો ગામની સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર પ્રથમ ગામ....
ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત પહેલ ૧૦૦ ટકા બાળકો ગામની સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર પ્રથમ ગામ….
—————————————-
નવું ભારત ઘડાશે,જ્યારે સરકારી શાળામાં ભણાશે….
—————————————-
પાલનપુર તાલુકાનાં ભાવિસણા ગામે ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
—————————————-
આજના આધુનિક યુગમાં જ્યાં શહેરીકરણની આંધળી દોડમાં ગામડાની સંસ્કૃતિ અને પરંપરાઓ ધીમે ધીમે ઝાંખી પડી રહી છે,ત્યાં પાલનપુર તાલુકાના નાનકડા ભાવિસણા ગામમાં એક પ્રેરણાદાયી પહેલ કે જે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે અને શિક્ષણની બાબતે આગળ આવ્યું છે અને ચાલુ શૈક્ષણિક સત્ર થી શહેરી વિસ્તારમાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં ગામનાં તમામ બાળકોને ગામની સરકારી શાળા માં શિક્ષણ મેળવવા માટે આજરોજ તા. ૧૦/૦૬/૨૦૨૫ ને મંગળવાર વારના રોજ તમામ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.આ અભૂતપૂર્વ પહેલ કરી બાળકોને એક નવી દિશા,નવું વાતાવરણ પુરૂ પાડવામાં આવ્યું તેમ પિયુષભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.આ ઉત્સવમાં દાતા ડૉ.રમણભાઈ એચ.પ્રજાપતિએ દરેક બાળકોને સ્કૂલ બેગ,ટી.ડી. શાહે દરેક બાળકોને નોટબુકો અને કિન્નરીબેન ગામીએ અભ્યાસિક વસ્તુઓ ભેટ આપી હતી.પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમા પ. પૂજ્ય આનંદ સ્વરૂપશ્રી ગીરધારી બાપુએ આશીર્વચન આપ્યા હતા.મહેસાણા જિલ્લા કૌશલ્ય વિકાસ અધિકારી દિનેશભાઈ કુગશીયા,પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટર ભરતભાઈ ચૌધરી,એ.પી.એમ. સી.પાલનપુરના પૂર્વવાઈસ ચેરમેન ભગવાનભાઈ કુગશીયા, ભાજપ અગ્રણી ભગવાનભાઈ લીંબાચિયા,પૂર્વ ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ ડૉ.ગણેશભાઈ ચૌધરી,પૂર્વ તાલુકા ડેલિકેટ જયેશભાઈ ડેલ,સી.આર.સી. રોહિતભાઈ પ્રજાપતિ,પ્રાથમિક શાળાના આચાર્ય મનોજભાઈ પ્રજાપતિ સહીત સ્ટાફગણ હાજર રહેલ.ગામના વડીલો, અગ્રણીઓ,યુવામિત્રો અને ગ્રામજનોના સંયુક્ત સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21539