
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૨૬ મે : મિશન એઈડ્સ સુરક્ષા ભાગરૂપે ૧ ડિસેમ્બર ૨૦૨૭, વિશ્વ એઇડ્સ દિવસ સુધીમાં ભારતમાં એચ.આઈ.વી. રોગચાળા પર નિયંત્રણ મેળવવાના અભિયાન સ્વરૂપે આરોગ્ય વિભાગ, માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ, જિલ્લા ટીબી અધિકારી સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર ભચાઉ ડો.નારાયણ સિંઘ સાહેબ, દિસા ટીમના માર્ગદર્શન હેઠળ સામખીયારી પી.એચ.સી. ના ઈ .ટી. કંપની ખાતે હેલ્થ કેપ નું આયોજન કરવામાં આવેલ જેમાં 100 એચઆઇવી ટેસ્ટિંગ કરવામાં આવેલ સાથે તેમનું આરબીએસ તેમજ બીપી તપાસ કરવામાં આવેલ સાથે 100 ડે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકો નું સ્કિનિગ કરવામાં આવેલ તેમજ આરોગ્ય લક્ષી માર્ગદર્શન અને યોજનાઓ ની માહિતી આપવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમ મેડિકલ ઓફિસર ડો.હિરેન પડવી ના માર્ગદર્શન થી કરવામાં આવેલ જેમાં સુપરવાઈઝર ,દિપકભાઈ દરજી , સામખીયારી 2 ના આરોગ્ય કાર્યકર પાયલબેન કચોટ, તરુણ મકવાણા, અર્બન લેબ ટેક અશોક કુમાર પંડ્યા દ્રારા માર્ગદર્શન આપી કામગીરી કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભચાઉ આઈ .સી .ટી .સી. કાઉન્સિલર હરેશ પંડ્યા ,સી.એચ.સી.ભચાઉ દ્વારા કરવામાં આવેલ. ઈ . ટી.કંપની ના હેડ જયવીરસીહ જાડેજા, ફેક્ટરી મેડિકલ ઓફિસર ડો.મંથન શ્રીવાસ્તવ, એચ.આર.વિભાગ ના ડો. જય કુમાર શર્મા, મનોજ ઓઝા,આરતી પટેલ, પ્રતીશ શર્મા, આશિષ બાજપાઈ દ્રારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.




