વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૨૪ ફેબ્રુઆરી : અબડાસા તાલુકાના પાટ ગામના માલિકીના ખેતરમાં વન્યપ્રાણી સસલું જીવ-૧ તથા તેતર પક્ષી જીવ-૧ નો શિકાર ભજીર મામદ મીઠું નામના ઇસમ રહે.નરેડી તા.અબડાસા જી.કચ્છ વાળા દ્વારા શિકાર કરવામાં આવેલ.જેના અનુસંધાને નલિયા ઉત્તર રેન્જ ખાતે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ-૧૯૭૨ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.જે અનુસંધાને કચ્છ વન વર્તુળ ના વડા મુખ્ય વન સંરક્ષક ડો.સંદીપકુમાર અને કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક વાય.એસ.ઝાલા ની સુચનાથી તથા તેઓના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર નલિયા ઉત્તર રેન્જ એ.એચ.સોલંકી અને વનપાલ બી.વી.ચૌધરી, તથા વનરક્ષક એમ.બી.બારૈયા તથા સમગ્ર રેન્જ સ્ટાફ તેમજ SOG ભુજના ASI જોરાવરસિંહ ગગુભા જાડેજા સાથે મળી પેટ્રોલીંગમાં હોઈ મળેલ સચોટ બાતમીના આધારે ભજીર મામદ મીઠું નામના ઇસમ ને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી વન્યપ્રાણી સસલું જીવ-૧ તથા તેતર પક્ષી જીવ-૧ શિકાર કરેલ મૃત હાલતમાં મળી આવેલ.તથા તેની પાસેથી મળેલ કુહાડી નંગ-૨, ચપ્પુ નંગ-૧ તથા નેટ(ઝાળી) સહીત તમામ મુદ્દામાલ કબજે લઇ ગુનાકામ ની વધુ તપાસ હાથ ધરેલ છે.સદર ગુના માં સંડોવાયેલ આરોપીઓ ની ઊંડાણ પૂર્વક પૂછપરછની તપાસ હાથ ધરવામાં આવી હતી.