વેજલપુર ગામના સખી દાતા દ્વારા ગરીબો પ્રત્યે કરુણાનો ભાવ જાગતાં ધાબળાનું દાન કરી ઠંડીમાં હૂંફ આપી.
તારીખ ૨૩/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ માં એક સખી દાતા દ્વારા ગુપ્ત દાન તરીકે ધાબળાનું દાન કરવામાં આવ્યું હતું અને વેજલપુર ગામના જાગૃત નાગરિકો ને જવાબદારી સોંપવામાં આવી હતી જેથી જરૂરિયાત વિસ્તારમાં તાલુકા પંચાયત ના સભ્ય સલીમ ભાઈ કઠિયા તેમજ અતુલ ભાઈ સોની પત્રકાર દ્વારા જરૂરિયાત મંદ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકોમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યાં હતા વેજલપુર ગામમાં એક સખી દાતા દ્વારા ગુપ્ત દાન તરીકે ધાબળાનું દાન કરતા જરૂરિયાત વિસ્તારમાં આવેલા નાયક ફળિયામાં એક સખી દાતા તરફથીદાન પેટે ધાબળા આપવામાં આવેલ તે ધાબળા નું વિતરણ તાલુકા પંચાયત સભ્ય તેમજ અતુલભાઈ સોની (પત્રકાર ) એ ગરીબ તેમજ મધ્યમ વર્ગના જરૂરિયાત મંદ લોકોને શિયાળાની કડકડતી ઠંડી થી બચાવ માટે આજરોજ ગરીબો પ્રત્યે કરુણાનો ભાવ જાગતાં ઠંડીમાં હૂંફ આપી ધાબળા નું વિસ્તરણ કર્યું હતું અને વેજલપુર ગામમાં આવેલા બીજા અન્ય વિસ્તારોમાં ફરી ફરી ને જરૂરિયાત વ્યક્તિઓને ધાબળા નું વિતરણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું જેથી શિયાળાની કડકડતી ઠંડીમાં ઠુંઠવતા ગરીબ લોકો ને ઠંડીમાં રાહત મળે તે માટે સખી દાતા દ્વારા પુણ્ય નું કામ કરી ગરીબ લોકો ના આશીર્વાદ મેળવયા હતા અને બાકી રહી ગયેલા વિસ્તારમાં જરૂરિયાત મંદ સુધી પોહચાડવાનું આયોજન કરવાનું જાણવા મળ્યું છે.