GUJARATHIMATNAGARIDARSABARKANTHAVADALI

વડાલી તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં વડાલી મથકે આવેદન પત્ર આપી નુકસાનીનું સર્વે તેમજ વળતર ચૂકવવામાં રજૂઆત કરી

તાજેતરમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ ના પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદ થવાથી હજારો હેકટર જમીનના પાકને ભારી નુકસાન થયું હતું.. ત્યારે સાબરકાંઠાનાં વડાલી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ઘઉં,મકાઈ, ચણા,વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થતા ખેડુતો તેમજ કિસાન સંઘ દ્વારા વડાલી તાલુકા મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જોકે દસ દિવસ જેટલો સમય વિત્યો છતાં ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય કે તંત્ર દ્વારા નુકસાનીનું સર્વે કરવામાં આવ્યું નથી જેણે લઇ ફરી એકવાર ખેડૂતોએ ભારતીય કિસાન સંઘ સાથે રહી વડાલી મથકે આવેદન પત્ર આપી નુકસાનીનું સર્વે તેમજ વળતર ચૂકવવામાં રજૂઆત કરી છે…

સાબરકાંઠાના વડાલીના ગ્રામ્ય વિસ્તારોમાં થોડાક સમય અગાઉ થયેલા કરા સાથેના વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે.. જેમાં વડાલી પંથકમાં 12,665 હેક્ટરમાં ઘઉં તેમજ 800 હેક્ટરમાં ચણા નું વાવેતર કરાયું છે સાથોસાથ 630 હેક્ટરમાં શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયેલું છે.. વડાલી તાલુકાના વાસણા, ભંડવાલ, કેસરગંજ, રહેડા, અરસામડા, અસાઈ, બડોલ, કંજેલી, વડગામડા, મોરડ, ચામુ, મેધ, ડોભાડા ગામડી, ધામડી, જેવા આજુબાજુ ના તમામ મોટાભાગના વડાલી તાલુકા ના ગામો માં મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.. જોકે હાલ લણવા નાં સમયે અચાનક થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પડતા ઉપર પાટુ પડી હોય તેમ તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હોય તેમ છે.. જેના પગલે ભારતીય કિસાન સંઘ સાથે રહી ખેડૂતોએ ફરીએકવાર વડાલી મામલતદાર કચેરી પહોંચી નુકસાનીનું સર્વે તેમજ વળતર ચૂકવવામાં ઉગ્ર રજૂઆત કરી છે.. કમોસમી વરસાદનાં કારણે થયેલ ખેતી પાકોના નુકસાની નું સર્વે તેમજ વળતર ચૂકવવા રજૂઆત કરી હોવા છતાંય આજદિન સુધી તંત્ર તેમજ સરકાર દ્વારા કોઇપણ પ્રકારની કામગિરી કરવામાં આવી નથી જે પગલે ભારતીય કિસાન સંઘ તેમજ ખેડુતો દ્રારા સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી ફરી એકવાર સરકારને નુકસાનીનું સર્વે તેમજ વળતર ચૂકવવા માટે મોકો આપ્યો છે..
વડાલી શહેર સહિતના ગામડાઓમાં અચાનક થયેલા કરા સાથેના વરસાદથી તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે.. ત્યારે આજે વડાલી મામલતદારને આવેદનપત્ર આપી ખેતીવાડી વિભાગ તેમજ સરકાર દ્વારા ઝડપી સર્વે ની કામગિરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.. જોકે થોડાક સમય અગાઉ થયેલો વરસાદ જાણે કે કુદરતે આફત સમાન વડાલી તાલુકાને ટાર્ગેટ કર્યો હોઇ તેમ ભારે પવન અને કમોસમી વરસાદ સાથે બરફના કળા પડતા ખેડુતો માથે આભ તુટી પડ્યું છે.. આ મામલે વડાલી તાલુકાનાં ખેડુતો તેમજ ભારતીય કિસાન સંઘ સાથે રહી વડાલી APMC થઈ મામલતદાર કચેરી સૂધી ચાલતાં જઈ સરકાર તેમજ તંત્ર વિરૂદ્ધ ભારે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો છે.. જોકે ભારે પવન સાથે થયેલ કરા વરસાદને પગલે સમગ્ર વડાલી પંથકના ખેડૂતોને પાયમાલ કરવા સક્ષમ હોય તેમ મોટાભાગનો પાક નાશપ્રાય જમીન દોષ થયો છે.. જેથી ખેડૂતોએ હવે ફરીએકવાર ત્રણ દિવસમાં સરકાર દ્વારા ચોક્કસ પગલાં લઈ આર્થિક સહયોગ તેમજ સ્પેશિયલ પેકેજ ની માંગ કરી છે.. આવનાર ત્રણ દિવસમા સરકાર તેમજ લાગતાં વળગતા તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી નુકસાનીનું સર્વે કરવામાં આવે અને ખેડુતોને સત્વરે વળતર મડી રહે તેવી ઉગ્ર માંગ સાથે ભારતીય કિસાન સંઘ તેમજ ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે…
આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલાક નિર્ણય લેવાય છે તે પણ મહત્વનું બની રહેશે.. જોકે કમોસમી વરસાદ બાદ આજદિન સુધી તંત્ર તેમજ સરકાર દ્વારા નુકસાનીનું સર્વે અને વળતર ચૂકવવા કોઈપણ પ્રકારની કામગિરી હાથ ધરવામાં આવી નથી.. જે પગલે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ આવનાર ત્રણ દિવસ સુધી રાજ્ય સરકાર તેમજ તંત્ર ને ખુલ્લી ચેલેન્જ ફટકારી તાત્કાલિક ધોરણે નુકસાનીનું સર્વે તેમજ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.. જો આવનાર 15 તારીખ સુધીમાં સરકાર દ્વારા સર્વે અને વળતર ની કામગિરી હાથ ધરવામાં નહી આવે તો ભારતીય કિસાન સંઘ સાથે રહી ખેડૂતો સરકાર વિરૂદ્ધ ઉગ્ર દેખાવો કરી ભૂખ હડતાલ, રસ્તા રોકો આંદોલન, તેમજ બજાર બંધ કરાવવાની હાકલ કરી છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!