GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ખર્ચ નિરીક્ષક અમિત મિશ્રાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે District Intelligence Committee ની બેઠક યોજાઈ.

તા.14/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક અમિત મિશ્રા (IRS)ના અધ્યક્ષસ્થાને ગઈકાલે સર્કિટ હાઉસ, સુરેન્દ્રનગર ખાતે District Intelligence Committee (DIC)ની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટ, નોડલ ઓફિસર એક્ષ્પેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના અને પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ખર્ચ નિરીક્ષક અમિત મિશ્રા (IRS) એ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલી Expenditure Monitoring ની એસ.ઓ.પી. મુજબ કાર્યવાહી સુનિશ્વિત કરવા જણાવ્યું હતું બેંકોમાં થતા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની દરરોજ અચૂક માહિતી મોકલવા અને FST અને SST ટીમોને સતત માર્ગદર્શન આપી તેમની સાથે સંપર્કમાં રહી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું વધુમાં આવકવેરા વિભાગની ચૂંટણીમાં ખૂબ જ મહત્વની ભૂમિકા છે એમ જણાવી તેમણે આવકવેરા વિભાગની કામગીરીની સમજ આપી હતી ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી વૈધાનિક સત્તાનો યોગ્ય રીતે ઉપયોગ કરી સામાન્ય લોકોને બીનજરૂરી હેરાનગતિ ન થાય તેનું પણ ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો મીડિયાના માધ્યમથી મળતા સમાચારોની વિગતવાર તપાસ કરી તેનું યોગ્ય નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરવા સૂચના આપી હતી દરેક બેંકોને કેશનું વહન કરવા માટે આપવામાં આવેલ ક્યુઆર કોડ મુજબ જ કેશની હેરફેર થાય અને તમામ વિભાગોનું સંકલન કરી ચૂંટણી ફરજમાં સંકળાયેલા તમામ લોકોની તાલીમ પર વિશેષ ભાર આપવામાં આવે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી દારૂની અને અન્ય ગેરકાયદેસર હેરફેર પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક વી એમ જાડેજા, હિસાબી અધિકારી મિલન વિરમગામી, લીડ બેંક મેનેજર પ્રતિરૂપ શર્મા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!