નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી, તા.૩૦: નવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી . આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ સહિત જિલ્લા પુરવઠા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે નવસારી જિલ્લામાં રેશનકાર્ડ ધારકોની ઇ-કેવાઇસીની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીને જરૂરી સુચના આપી હતી. બેઠકમાં પુરવઠા અધિકારીશ્રી આર.સી.પટેલ દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી જિલ્લાની પુરવઠાની પ્રાથમિક માહિતી, કાર્ડધારકોની સંખ્યા, NFSA અને NON NFSA રેશનકાર્ડની માહિતી, ગ્રામ્ય તકેદારી સમિતિની સમીક્ષા, ઉપલબ્ધ જથ્થો અને વિતરણ વ્યવસ્થા, વ્યાજબી ભાવની દુકાનો અંગે જાણકારી આપી હતી. બેઠકમાં સમિતિના સભ્યો સહિત વાજબી ભાવની દુકાનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.