હાલોલમાં આગામી રમઝાન ઇદ,ચેટીચાંદ તેમજ મહાવીર જયંતિ તહેવારને અનુલક્ષીને ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૨૭.૩.૨૯૨૫
આગામી મુસ્લિમ બિરાદારોના પવિત્ર તહેવાર એવા રમઝાન ઇદ તેમજ સિંધી સમાજનો ચેટીચાંદ પર્વ, જૈન સમાજનો તહેવાર મહાવીર જયંતિની ઉજવણી થનાર છે.તે અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકે પીઆઇ કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ નગરના વિસ્તારોમાં શાંતિ અને સલામતી સુરક્ષા જળવાઈ રહે અને આગામી તમામ સમાજના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા પીઆઇ કે.એ.ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રમઝાન ઈદ ચેટી ચાંદ, મહાવીર જયંતિ નો તહેવાર આવી રહ્યો છે અને તમામ લોકો તમામ તેહવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે તેવી અપીલ કરાઇ હતી.બેઠકમાં હાલોલ નગરના હિન્દુ,મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.