વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે બન્ને સમાજના આવનાર તહેવારો લઈને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ
તારીખ ૧૨/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પી.આઈ.મોઢવાડીયાની અધ્યક્ષતામાં હોળી અને રમઝાન ઈદના તહેવારોને લઈ ને શાંતિ સમિતિની મિટિંગ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યોજાઇ હતી ત્યારે પી.આઈ.મોઢવાડીયા દ્વારા બન્ને સમાજના આગેવાનોને હોળી અને રમઝાન ના પવિત્ર માસ અને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને બન્ને સમાજના આગેવાનો જણાવતા કહ્યું હતું કે ગામમાં બન્ને સમાજ ના લોકો હળીમળીને રહે અને ગામમાં બન્ને સમાજ ના તેહવારોની શાંતિ થી ઉજવણી કરવામાં આવે અને વધુમાં જણાવ્યું હતું કે આમ પણ વેજલપુર ગામના લોકો તો હળીમળી નેજ રહે છે અને આમ દરેક સમાજ અને દરેક ધર્મના લોકોએ પોતાના તેહવારો એક બીજા સાથે હળીમળીને ઉજવવામાં આવે તેમ પણ જણાવ્યું હતું અને વેજલપુર ગામમાં શાંતિ બની રહે અને દરેક તહેવારો ઉલ્લાસ ભેર ઉજવવામાં આવે તેવી અપીલ કરી હતી આમ આજ રોજ યોજાયેલ સાંતી સમિતીની મિટિંગમાં બન્ને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.