GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ ની અધ્યક્ષતામાં આવનાર તહેવારો ને લઈ શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ

 

તારીખ ૨૭/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગર ખાતે યોજાનારા રમઝાન ઈદ અને રામ નવમીના તહેવારો અનુલક્ષીને કાલોલ પોલીસ સ્ટેશનમાં પી.આઈ. આર.ડી.ભરવાડ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી હાલમાં કાલોલ નગરમાં રમઝાન નો પ્રવિત્ર પર્વ ધાર્મિક અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મુસ્લીમ સમાજના બિરાદરો એક મહિના સુધી રોઝા રાખી દરેક વિસ્તારોની મસ્જીદોમાં નમાજ તરાવીહ પડી ખુદાની ઇબાદત કરી વિવિધ ધાર્મિક તેમજ અન્ય કાર્યક્રમો સાથે ઉત્સાહભર્યા વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે જ્યારે રમઝાન માંસની સાથો સાથ હિન્દુ ભાઈઓનો પાવન પર્વ રામનવમી ઉજવણીની પણ હાલમાં તડામાર તૈયારીઓ કરાઈ રહી છે જે અંતર્ગત કાલોલ વિવિધ વિસ્તારોને આકર્ષક રૂપ ભગવાં તોરણો સહિતના શણગારથી શણગારવામાં આવ્યા છે જેમાં આગામી રમઝાન ઈદ અનુલક્ષીને સાથે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાનાર છે જેમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના આ બંને તહેવારો કોમી એખલાસ અને કોમી ભાઈચારાની ભાવના વચ્ચે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને નગર ખાતે રમઝાન ઈદનો તહેવાર અને રામ નવમી ની શોભાયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતી જળવાયેલી રહે અને કોઈપણ પ્રકારનો અનિચ્છિય બનાવ ન બને અને નગરમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની જળવાઇ રહે તેવી અપીલ બેઠકમાં ઉપસ્થિત બન્ને સમાજના લોકોને પીઆઇ આર.ડી.ભરવાડ દ્વારા કરવામાં આવી જેમાં તમામ આગેવાનોએ પણ આ બાબતે ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!