GODHARAGUJARATPANCHMAHAL

પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઈ

વિકેન્દ્રિત આયોજન અને MPLADs હેઠળ મંજૂર થયેલા ૮,૮૯૯ કામો પૈકી ૬,૭૮૦ કામો પૂર્ણ: તમામ કામોની પખવાડિક ધોરણે સમીક્ષા કરવા પ્રભારી મંત્રીશ્રીની સૂચના

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને શનિવારે કલેકટર કચેરી સભાખંડ, ગોધરા ખાતે જિલ્લા આયોજન મંડળના વિવિધ કામોની વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા દ્વારા અધ્યક્ષશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓનું પણ આવકારપૂર્વક સ્વાગત કરાયું હતું.
ત્યારબાદ અધ્યક્ષશ્રીની અનુમતિથી જિલ્લા આયોજન અધિકારીશ્રી, પંચમહાલ, ગોધરા દ્વારા બેઠકના એજન્ડા મુજબ મુદ્દાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.આ સમીક્ષા બેઠકમાં વર્ષ ૨૦૨૩-૨૦૨૪, વર્ષ ૨૦૨૪-૨૦૨૫, વર્ષ ૨૦૨૫-૨૦૨૬ અને વર્ષ ૨૦૨૬-૨૦૨૭ દરમિયાન હાથ ધરાયેલા તમામ કામોની સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ (MPLADs) યોજના હેઠળ મંજૂર થયેલા કુલ ૮,૮૯૯ કામો પૈકી ૬,૭૮૦ કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.

બેઠકના અંતે માન. પ્રભારી મંત્રીશ્રી દ્વારા તમામ પ્રગતિ હેઠળના અને બાકી કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે પખવાડીક (દર ૧૫ દિવસે) ધોરણે સતત સમીક્ષા કરી સમયમર્યાદામાં કામગીરી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!