પંચમહાલ:ટિંબાગામ પ્રાથમિક શાળામા પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૧૦.૨૦૨૪
ટિંબાગામ પ્રાથમિક શાળામાં આજે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો,જેમાં વિદ્યાર્થીઓ તથા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને તેના ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ડો. રાજુ એમ. ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ પ્રાકૃતિક ખેતીના લાભો વિશે વાત કરી તથા રાસાયણિક અને જૈવિક (ઓર્ગેનિક) ખેતી સદંતર બંધ કરવા આગ્રહભરી વિનંતી કરી હતી.આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતીના મહત્વને ભારપૂર્વક સમજાવ્યું હતું.ડો. રાજુ એમ ઠક્કરે પ્રાકૃતિક ખેતી કેવી રીતે જમીન, પાણી અને પર્યાવરણની ગુણવત્તામાં સુધારો લાવે છે તેની વિગતો રજૂ કરી હતી.તેઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને પર્યાવરણની સંભાળ રાખવા પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવા આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે ગોપાલભાઈ પટેલ સાથે અન્ય મહાનુભવો,ખેડૂતો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં “પ્રાકૃતિક કૃષિ મોડેલ” માટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વરિષ્ઠ શિક્ષક રઘુભાઈ ભરવાડ એ સમગ્ર કાર્યનું ખૂબ સુંદર આયોજન તેમજ સંચાલન કર્યું હતું.વિદ્યાર્થીઓ તથા ખેડૂતો માટે આ સંવાદ એક પ્રેરણાદાયક અનુભવ રહ્યો, અને તેઓએ પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો સમજવા અને એને પોતાના જીવનમાં લાગુ કરવાનો સંકલ્પ કર્યો. છેલ્લે ડો રાજુ એમ ઠક્કર એ રોગ પ્રતિકારક શક્તિ માટે સાત સૂક્ષ્મક્રિયા શીખવાડી જેનો સૌને ખુબ આનંદ થયો હતો.