જીલ્લા ફેડરેશન દ્વારા ગોધરા રમણલાલ નાયક હોલ ખાતે એક દિવસીય સહકાર સેમીનારનુ આયોજન કરાયુ

તારીખ ૧૨/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ ગોધરા ખાતે રમણલાલ નાયક હોલમાં ધી જનસેવા કો ઓ ક્રેડિટ સોસાયટી લી ના સૌજન્યથી એક દિવસીય સહકાર સેમિનારનુ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષદભાઇ શાહ,સતીષભાઈ, મણીભાઈ તેમજ અતુલભાઈ શાહે સાથે મળી ને આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરેલ છે.સદર કાર્યક્રમમાં જિલ્લાના જુદાં જુદાં તાલુકામાંથી ક્રેડિટ સોસાયટીના સંચાલક મંડળના સભ્યો અને કર્મચારીઓ એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જિલ્લા ફેડરેશનના હોદ્દેદારો એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ગોધરા સીટી બેંકના ચેરમેન કે.ટી.પરીખ, પંચમહાલ ક્રેડિટ સોસાયટી ફેડરેશનના ચેરમેન ડો.સરવરભાઇ વલી તથા પંચમહાલ બેંક ના સીઇઓ રસેશભાઇ શાહ હાજર રહ્યા હતાં તેમણે સહકારી પ્રવૃત્તિ, કાયદાકીય સમજ,વસુલાત – ધિરાણ નીતિ અને સહકારથી સમૃદ્ધિ અંગે સમજ આપી હતી.પંચમહાલ જિલ્લા સહકારી સંઘ વતી પારૂલબેને કાયદાકીય સમજ આપી હતી.








