ખેડબ્રહ્માના પઢારા ખાતે જિલ્લા વિકાસ અધિકારશ્રીની ઉપસ્થિતિમાં ઓછા વજનવાળી સગર્ભા માતાઓની વ્યક્તિગત કાળજી અંગેના પ્રોજેક્ટ લાલન પાલનનો શુભારંભ કરાયો
ખેડબ્રહ્માના પઢારા ખાતે જિલ્લા વિકાસ અધિકારશ્રીની ઉપસ્થિતિમાં ઓછા વજનવાળી સગર્ભા માતાઓની વ્યક્તિગત કાળજી અંગેના પ્રોજેક્ટ લાલન પાલનનો શુભારંભ કરાયો
**
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માના પઢારા ખાતે જિલ્લા વિકાસ અધિકારશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં ઓછા વજનવાળી સગર્ભા માતાઓની વ્યક્તિગત કાળજી અંગેના પ્રોજેક્ટ લાલન પાલનનો શુભારંભ કરાયો હતો.
આ કાર્યક્રમમાં ઓછા વજનવાળી સગર્ભા માતાઓની વ્યકતિગત કાળજી અને ડાયેટીશયન દ્વારા સગર્ભા માતાઓને આપવાના નિયત આહાર અંગેના લાલન પાલન પ્રોજેકટની વિગત આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતુ કે ઘરે ખાતા ખોરાક ઉપરાંત ડાયટેશનની સલાહ અનુસાર સિંગ- દાળીયાની ચીકી, કેળા, પ્રોટિન પાઉડર, ટી.એચ.આર માંથી બનાવેલ શીરો તથા અન્ય વાનગીઓ અઠવાડીયાના નિયત દિવસમાં આશા કાર્યકર અને આરોગ્ય કર્મચારીની ઉપસ્થિતિમાં આપવામાં આવશે. તદ ઉપરાંત માતાઓએ તેમના રોજેરોજના ખોરાકની પસંદગી, પોષણયુક્ત આહાર, રાંધવાની રીતો અંગે પણ વિષય નિષ્ણાતશ્રીની સુચના મુજબ પોતાના અને બાળકના આરોગ્ય માટે જાણી તેનો પુરતો અમલ કરવો અત્યંત મહત્વનો છે. ઓછા વજનના જોખમ ધરાવતી સગર્ભા માતાઓને ડાયટેશન દ્વારા સૂચવેલ ખોરાક મુજબ નિયત આહાર આપવાથી સગર્ભાવસ્થાની સામાન્ય પરિસ્થિતિ લાવી શકાય છે અને તેના જોખમમાં ઘટાડો કરી શકાય છે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્ર ડો. રાજ સુતરિયાએ જણાવ્યું કે ઓછા વજનવાળી સગર્ભા માતાઓની આયુષ્માન આરોગ્ય કેન્દ્રના સ્થાનિક કર્મચારીઓ વ્યક્તિગત મુલાકાત લઈને ડાયટેશનની સલાહ મુજબ અઠવાડિયાના સાત દિવસ મુજબ નિયત કરેલ સ્પેશિયલ આહાર આપવા માટે ગૃહ મુલાકાત લેશે અને તેમના દૈનિક આહારની અને અઠવાડિક વજનની ફૂડ ડાયરીમાં નોંધ કરશે..
લાલન પાલન પ્રોજેકટના અમલીકરણ માટે જિલ્લાની આરોગ્ય ટીમ સાથે કામ કરતા ડાયેટીશયન વિશાખા ગઢવીએ સ્થાનિક માતાઓ સાથે વાતચીત કરી તેમના આહારની ટેવો અંગે જાણકારી મેળવી તેઓને સ્વસ્થ સગર્ભાવસ્થા અને ગર્ભસ્થ શિશુના જરુરી વિકાસ માટે શું આહાર લેવો, ખોરાક સાથે શુ લેવું, માત્ર 2 વખત ખોરાક ન લેતા દિવસમાં 4-5 વખત શું- શું ખાવુ કે જેથી તેઓને જોખમી સગર્ભવસ્થા માંથી બહાર લાવી શકાય તે અંગે વિગતે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
સાથે સાથે દેરોલ પી.એચ.સી દ્વારા સામાજિક વર્તણુક પરિવર્તન સંચારનો કાર્યક્રમ યોજી મેલેરીયા, સિકલસેલ, સંસ્થાકિય પ્રસુતિ , માસિક દરમિયાન ની સ્વસ્થતા, વ્યસ્નમુકતિ જેવા વિષયો પર ગ્રામજનોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં આર. સી. એચ.ઓશ્રી ડૉ.. દેધરોટીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, ન્યુટ્રીશન ઇન્ટરનેશનલના શ્રી મનોહર, વિશાખાબેન ગઢવી, સ્થાનિક અધિકારી- કર્મચારીશ્રીઓ , પિયર એજ્યુકેટરો, સગર્ભા અને ધાત્રી માતાઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા