GUJARATKUTCHMANDAVI

કલેકટર કચેરી ભુજ ખાતે કરૂણા અભિયાનના અમલીકરણ સંદર્ભ સમીક્ષા બેઠક મળી.

ઘાયલ પક્ષીઓની સુશ્રુષા માટે તાલુકા કક્ષાએ કુલ ૧૬ કલેકશન સેન્ટર તથા ૧૩ સારવાર કેન્દ્ર તથા ૧૩ કંટ્રોલરૂમ કાર્યરત કરાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

કચ્છમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે વહીવટીતંત્ર ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી ચલાવશે કરૂણા અભિયાન.

૨૧ સામાજિક સંસ્થા અને ૪૨૬ સ્વયંસેવકો તંત્ર સાથે સહયોગમાં જોડાશે : ચાઇનીઝ માંજાનો ઉપયોગ અટકાવવા વનવિભાગ તથા પોલીસ વિભાગ સંયુક્ત કોમ્બિંગ કરશે

ભુજ : ૦૨ જાન્યુઆરી મકરસંક્રાતિ નજીક આવી રહી છે. અત્યારથી જ આકાશમાં પતંગ ઉડતા નજરે પડી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તથા તેમને જીવનદાન આપી શકાય તે માટે ગુજરાત સરકાર તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી રાજ્યભરમાં કરૂણાઅભિયાન-૨૦૨૫નો પ્રારંભ કરશે. જે અંતર્ગત આજરોજ કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ભુજ કલેકટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છમાં કરૂણા અભિયાનને લઇને થનારી કામગીરી અને વ્યવસ્થાની સમીક્ષા તથા ચર્ચા કરવામાં આવી હતી.કચ્છમાં તા.૧૦થી ૨૦ સુધી કરૂણા અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવશે. જેમાં જિલ્લામાં ઘવાયેલા પક્ષીઓની સારવાર દરેક તાલુકાકક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર વિવિધ માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ટીમ બનાવી કોમ્બિંગ કરીને વેપારીઓને સમજ આપવામાં આવશે તેમજ કાયેદસરની કાર્યવાહી પણ કરાશે.આ અંગે વધુ વિગતો આપતા કચ્છ પૂર્વ વન વિભાગ, નાયબ વન સંરક્ષકશ્રી ગોવિંદ સરવૈયાએ જણાવ્યું હતું કે, કચ્છમાં તાલુકા વાઇઝ ૧૬ ઘાયલ પક્ષી કલેકશન સેન્ટર શરૂ કરવામાં આવશે. ભુજમાં પાંચ સ્થળે કલેકશન સેન્ટર રહેશે, જેમાં રામધુન, પશુ દવાખાનું – મુંદરા રોડ, ઇન્દ્રાબાઇ પાર્કની સામે, પશુ દવાખાનું – છઠ્ઠી બારી પાસે , પી.એચ.સી સેન્ટર, માધાપર, ભચાઉમાં નોર્મલ રેન્જ, ભચાઉ-ગાંધીધામ હાઇવે, ગાંધીધામમાં ઝંડા ચોક, અંજારમાં નોર્મલ રેન્જ કચેરી, મુંદરામાં નોર્મલ રેન્જ કચેરી, માંડવીમાં વન ચેતના કેન્દ્ર, અબડાસામાં નોર્મલ રેન્જ નલીયા, નખત્રાણામાં નોર્મલ રેન્જ કચેરી, લખપતમાં નોર્મલ રેન્જ દયાપર, આડેસરમાં નોર્મલ રેન્જ આડેસર, રાપરમાં દક્ષિણ રેન્જ કચેરી, ડાભુંડા રોડ ખાતે ઘાયલ પક્ષીનું કલેકશન કરાશે. આ વર્ષે ધોરડો-સફેદ રણ ખાતે પણ ૧ કલેકશન સેન્ટર શરૂ કરાશે. પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી વિકાસ સુંડાએ ચાઇનીઝ માંજાનો ઉપયોગ અટકાવવા વનવિભાગ તથા પોલીસવિભાગ દ્વારા મળીને સંયુક્ત કોમ્બિંગ કરશે તેવું જણાવ્યું હતું.કલેકશન સેન્ટર સાથે જિલ્લામાં ૧૩ સારવાર કેન્દ્ર શરૂ કરાશે. જેમાં ભુજ ખાતે સુપાશ્ર્વ જૈન સંસ્થા સંચાલિત પશુ દવાખાનું, સરકારી પશુ દવાખાનું, છઠ્ઠીબારી નજીક તથા પશુ દવાખાનું, ભુજ રિલાયન્સ મોલ સામે, ભુજ તેમજ પશુ દવાખાનું મુંદરા, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, દયાપર,માંડવી, નલીયા, ભચાઉ, રાપર તથા ભીમાસરના સરકારી પશુ દવાખાનામાં સારવાર અપાશે. આ કલેકશન સેન્ટર પર વન વિભાગના સ્ટાફને ફરજ સોંપવામાં આવશે. ઉપરાંત નાયબ પશુપાલન નિયામક દ્વારા તાલુકા કક્ષાએ કુલ ૧૫ પશુ ચિકિત્સક અધિકારીઓ તથા ૨૧ બિન સરકારી સંસ્થાઓના ૪૨૬ જેટલા સ્વયંસેવક દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે. આ અભિયાન અંગે લોકોમાં તથા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે પ્રચાર માટે તંત્ર દ્વારા સાહિત્યનું વિતરણ, જાહેર સ્થળોએ બેનર લગાવવા તથા ચાઇનીઝ માંઝાનો ઉપયોગ ન કરવા શાળા કક્ષાએ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજવામાં આવશે.ઉપરાંત પીજીવીસીએલ દ્વારા ઉત્તરાયણ પહેલા વીજલાઇન કનેક્શન ચકાસણી તથા પર્વ બાદ વીજલાઇન પર લટકતી દોરીઓ દૂર કરવા કાર્યવાહી કરાશે.આ સાથે જ વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં ૧૩ કંટ્રોલ રૂમ ઉભો કરાશે. ભુજમાં સંપર્ક નંબર ૦૨૮૩૨-૨૨૭૬૫૭, ૦૨૮૩૨-૨૩૦૩૦૩, ૦૨૮૩૨-૨૯૬૯૧૨, ૯૯૧૩૦૨૯૬૩૦, ૯૬૬૨૧૮૨૪૨૨, ૯૪૨૬૨૮૨૩૭૦, ૯૭૨૫૧૭૩૧૧૧, લખપતમાં ૦૨૮૩૯-૨૩૩૩૦૪, ૯૭૨૫૫૨૫૨૧૪ માંડવીમાં ૦૨૮૩૪-૨૨૩૬૦૭, ૯૯૭૪૬૦૨૬૩૨ અંજારમાં ૦૨૮૩૬-૨૪૨૪૮૭, ૯૮૨૫૦૬૪૮૬૯ ગાંધીધામમાં ૦૨૮૩૬ ૨૪૨૪૮૭, ૮૦૦૦૬૭૭૭૭૮ મુંદરામાં ૯૭૧૨૬૫૮૨૨૬, ૮૮૪૯૨૩૩૭૨૭ તથા નલીયામાં ૦૨૮૩૧ ૨૨૨૫૦૯, ૯૯૭૯૪૦૩૮૪૮, નખત્રાણા ૦૨૮૩૫ ૨૨૧૨૫૯, ૯૬૩૮૨૧૭૮૦૯, રાપરમાં ૦૨૮૩૦ ૨૨૦૧૩૭, ૯૯૦૯૬૯૨૩૮૫, ૮૧૨૮૨૦૮૪૭૪, રાપર(આડેસર) ૦૨૮૩૦ ૨૯૬૭૧૪, ૯૮૨૪૦૮૩૫૩૬ ભચાઉમાં ૯૮૨૫૪૪૯૯૩૮, ૯૧૦૬૪૭૯૪૮૪ રહેશે.ઉપરાંત એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ૧૯૬૨નો સંપર્ક પણ કરી શકાશે.રાજયના તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતા ઓનલાઇન મેપની લીંક સ્વયં સંચાલીત વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦માં વોટસએપ મેસેજમાં “KARUNA” મેસેજથી મળી શકશે.બેઠક અગાઉ અગ્ર સચિવશ્રી, વન અને પર્યાવરણ વિભાગની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું જેમાં ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે જિલ્લાકક્ષાએ સામાજિક સંસ્થાના સહયોગથી કરૂણા અભિયાન સફળ બનાવવા ખાસ જરૂરી સૂચના સાથે સમગ્ર આયોજનની સમીક્ષા કરાઇ હતી. જેમાં કલેકટરશ્રી અમિત અરોરાએ આયોજનની રૂપરેખા જણાવી હતી.ઉલ્લેખનીય છે કે, માનવતાના કાર્યમાં વહીવટી તંત્ર સાથે કચ્છની ૨૧ સામાજિક સંસ્થા તથા યુવાનો પણ જોડાઇને ઘાયલ પક્ષીઓની સુશ્રુષા કરશે. જેમાં સુપાશ્ર્વ જૈન સંસ્થા ભુજ, રોટરી કલબ ભુજ તથા મુંદરા, લાયન્સ કલબ મુંદરા, રોટરેક્ટ કલબ મુંદરા, પક્ષી વિદ્ય મુંદરા, પેલીકન નેચર કલબ ભુજ, પરશુરામ સેના -નખત્રાણા, પર્યાવરણ જાગૃતિ ગ્રુપ- કોઠારા, અહિંસાધામ એન્કરવાલા, જીવદયા મંડળ રાપર પાંજરાપોળ, શ્રી આડેસર જીવદયા પાંજરાપોળ, ભચાઉ જીવદયા મંડળ -કનકસુરી અહિંસાધામ, ગૌ રક્ષા સેવા સમિતિ ગળપાદર, જીવદયા મંડળ પાંજરાપોળ અંજાર, ગૌ સેવા કામધેનું ટ્રસ્ટ મેઘપર, અંજાર, જૈન જાગૃતિ સેન્ટર, રાપર, ભારત વિકાસ પરિષદ- અંજાર, શ્રી અંજાર પાંજરાપોળ, સાયકલ ગ્રુપ માંડવી, સેતુ અભિયાન દયાપર, મહા રૂદ્રબાલ હનુમાન મંદિર ટ્રસ્ટ દયાપર ખાતે સેવાકાર્ય કરશે.

Back to top button
error: Content is protected !!