GUJARATMULISURENDRANAGAR
મુળીમાં આપ નેતા રાજુભાઈ કરપડા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.18/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મોટી સંખ્યામાં કાર્યકર્તા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ હાજર લોકોએ આજે એક ઐતિહાસિક સંકલ્પ કર્યો હતો કે આવનાર સમયમાં ખેડૂતોની મુખ્ય માંગ દેવમાફી, દરેક ખેતર સુધી સિંચાઇનું પાણી, MSP કાયદો, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિ માટે જ્યારે પણ આંદોલન થશે જ્યારે લડવાનું થશે ત્યારે હું મારા પરિવાર સાથે એ લડાઈમાં સહભાગી બનીશ, પૂરતો સમય આપીશ અને દસ પરિવારને મારી સાથે જોડીશ! આ તકે અમૃત ભાઈ મકવાણા, મયુરભાઈ સાકરીયા, દીપકભાઈ ચિહલા, કિશોરભાઈ સોળમિયા, મહેન્દ્રસિંહ, હર્ષદભાઈ ત્રિવેદી, ધીરુભાઈ મેટાળીયા, પીપી પંચાલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.