અંજારના મામૈ દેવ બગથળા યાત્રાધામ ખાતે પક્ષીઓ માટે ચકલીઘર અને કુંડાનું વિતરણ: અબોલ જીવોની સેવા સાથે જન્મદિવસની અનોખી ઉજવણી
RAMESH MAHESHWARI19 seconds agoLast Updated: May 25, 2026
0 1 minute read
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૨૫ મે : ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને અંજારના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી મામૈ દેવ બગથળા ખાતે જીવ વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને મહેશ્વરી પરિવારના સહયોગથી અબોલ પક્ષીઓ માટે ચકલીઘર (માળા) અને પાણીના કુંડા ગોઠવવાનું એક સુંદર અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું.જન્મદિવસની સાર્થક ઉજવણી સામાન્ય રીતે લોકો પોતાનો જન્મદિવસ હોટેલ કે મોંઘી જગ્યાઓ પર ખર્ચ કરીને ઉજવતા હોય છે, તેનાથી તદ્દન વિપરીત જઈને અંજારના કેશરબેન ભીમજી મહેશ્વરી ના જન્મદિવસને યાદગાર બનાવવા માટે પરિવાર દ્વારા આ અબોલ જીવોની સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. મહેશ્વરી પરિવારે સમાજ સામે એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ સેવાયજ્ઞમાં કેશરબેનના પરિવારના સભ્યો નયનાબેન મહેશ્વરી (આઈ.ટી.આઈ. ફોરમેન) તેમજ જ્યોત્સનાબેન મહેશ્વરી (જી.ઈ.બી. ડેપ્યુટી એન્જિનિયર, ગાંધીધામ) ઉત્સાહભેર જોડાયા હતા અને આ પુણ્યના કાર્ય બદલ સંતોષ વ્યક્ત કરી ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી.મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિગત તારીખ 16/05/2026 ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ‘અલખ નો ઓટલો’ (અંજાર)ના રામજીભાઈ ધુવા ઉપસ્થિત રહ્યા હતા, જેઓ સતત ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને ગાયો માટે નિરણની વ્યવસ્થા જેવી સેવા પ્રવૃત્તિઓ ચલાવે છે. આ સાથે એન્જલ શિપિંગ (ગાંધીધામ)ના હરેશભાઈ મહેશ્વરી પણ ખાસ હાજર રહ્યા હતા.પક્ષીઓને ચણ અને પાણી સરળતાથી મળી રહે તે માટે જીવ વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય સુનિલ પોકાર, સુનિલ મહેશ્વરી અને અન્ય ભક્તજનોએ સાથે મળીને યાત્રાધામના પરિસરમાં અનુકૂળ અને સુરક્ષિત જગ્યાઓ પર કુંડા તેમજ ચકલીઘર ગોઠવ્યા હતા.આ ભગીરથ કાર્યને સમગ્ર પંથકના પ્રકૃતિપ્રેમીઓ અને ભક્તો દ્વારા ખૂબ-ખૂબ બિરદાવવામાં આવી રહ્યું છે.